સલાયામાં બજારમાં શાક માર્કેટ પાસે ઘણા સમયથી નળની લાઇન તૂટેલ હોય મોટા પ્રમાણમાં પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે.હજારો લીટર પાણી ગટરમાં વેડફાઈ રહ્યું છે.બજારોમાં પણ પાણી ફરી વળતા રસ્તાઓ પણ ચાલવા લાયક રહેતા નથી,એક તરફ સરકાર પાણી બચાવવા હજારો યોજનાઓ બનાવે છે જ્યારે સલાયામાં ઘણા સમયથી આ પાણી વેડફાઈ રહ્યું છે.
જ્યારે પાણીનો આ વિસ્તારમાં વારો હોય ત્યારે આ પાણીનો બગાડ ચાલુ છે.જેથી નગરપાલિકાએ તુરંત આ રીપેર કરી અને પાણી નો બગાડ અટકાવવો જોઈએ.