સવારનો નાસ્તો દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે. તે આપણને આખા દિવસ માટે ઉર્જા પ્રદાન કરે છે અને મગજને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે 90% લોકો ખોટા સમયે નાસ્તો કરે છે.
ઉતાવળમાં કામ પર જવા માટે અથવા બાળકોને શાળાએ મોકલવા માટે મોટાભાગના લોકો નાસ્તો છોડી દે છે અથવા મોડા નાસ્તો કરે છે. પરંતુ મોડેથી નાસ્તો કરવો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. નાસ્તો કરવાનો યોગ્ય સમય કયો છે અને નાસ્તો મોડો કરવાથી શું નુકસાન થાય છે?
નિષ્ણાતો સૂચવે છે કે સવારે ઉઠ્યાના 2 કલાકની અંદર નાસ્તો કરી લેવો જોઈએ. આ સમયે આખી રાત ઉપવાસ કર્યા પછી શરીરમાં ગ્લુકોઝની ઉણપ અનુભવાય છે. પોષક તત્વોથી ભરપૂર નાસ્તો કરવાથી શરીરને ત્વરિત ઊર્જા મળે છે અને તમે દિવસભર સક્રિય રહી શકો છો.
મોડા નાસ્તો કરવાના ગેરફાયદા
ઊર્જાનો અભાવ
મોડા નાસ્તો કરવાથી શરીરમાં ઉર્જાનો અભાવ લાગે છે. જેના કારણે થાક અને સુસ્તી અનુભવી શકો છો. તમારા કામ અને કસરતને પણ આનાથી અસર થઈ શકે છે.
બ્લડ સુગરમાં અસંતુલન
મોડા નાસ્તો કરવાથી સવારે બ્લડ શુગર લેવલ ઘટી જાય છે. જેના પછી તમને અચાનક ભૂખ લાગી શકે છે. આ કારણે તમે બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવા માટે લલચાઇ શકો છો. જે તમારા વજન અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
સ્થૂળતા
અભ્યાસમાં એ દર્શાવ્યું છે કે જે લોકો મોડેથી નાસ્તો કરે છે, તેમને સ્થૂળતાનું જોખમ વધારે હોય છે. આવું એટલા માટે થાય છે કારણ કે મોડેથી નાસ્તો કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધી શકે છે. જે ચરબીનો સંગ્રહ કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસનું જોખમ
મોડેથી નાસ્તો કરવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ પણ વધી શકે છે. આવું એટલા માટે થાય છે, કારણકે શરીરમાં સતત એનર્જીનો અભાવ લાગે છે. જેના કારણે બ્લડ શુગર લેવલ સતત વધતું જાય છે.
હેલ્ધી બ્રેકફાસ્ટના વિકલ્પ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech