શાપર વેરાવળમાં ગોલ્ડન ગ્રીન કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતો અને કારખાનામાં જ કામ કરતો દિપક કુલદીપભાઈ ચમાર (ઉ.વ.30)નો રાત્રે સાડા આઠેક વાગ્યે રૂમમાં હતો ત્યારે ત્યાંજ રહેતા દિપક, તુલસી, કનૈયા સહિતના અજાણ્યાએ લોખંડના સળીયાથી મારી પહેલા માળેથી ધક્કો મારી દેતા ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
તુલસી સહિતનાએ ઉશ્કેરાઈ સળિયા વડે હુમલો કર્યો
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. દીપકલ મૂળ યુપીનો રહેવાસી છે અને મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. તેનો સાળો વિશાલ સાથે રહી કારખાનામાં કામ કરે છે. તેને તુલસી સહિતના સાથે અગાઉ ઝગડો થયો હોવાથી તેનું મન દુઃખ રાખી ગઈકાલે બુધવારની રજા હોવાથી રાત્રીના તુલસી સહિતના વિશાલના રૂમ ઉપર પહોંચી વિશાલ ક્યાં છે પૂછતાં તે વતનમાં ગયો હોવાનું બનેવીએ જણાવ્યું હતું. આથી તુલસી સહિતનાએ ઉશ્કેરાઈ સળિયા વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ લોધીકા પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application