ગોંડલમાં ચકચાર જગાવતી ઘટના સામે આવી છે, સાળાએ આપઘાત કરી લેતા તેની લાશને બનેવીએ ઘરની પાછળના ભાગે ખાડો કરી દાટી દીધી હતી. પત્ની બે દિવસથી ભાઈ અંગે પૂછતી હતી પરંતુ પતિ બહાર ગયો હોવાનું કહેતા બે દિવસ સુધી ભાઈની ભાડ ન મળતા અંતે પોલીસમાં જવાનું કહેતા પતિ પત્ની પાસે પોપટ બની ગયો હતો અને તારા ભાઈએ આપઘાત કરી લીધો છે અને તને આઘાત ન લાગે એ માટે લાશને ઘરની પાછળ ખાડો ખોદી દાટી દીધી હ હોવાની વાત કરતા પતિની વાત સાંભળી પત્ની ગોંડલ પોલીસ સ્ટેશને જઈ સમગ્ર હકીકત જણાવતા પોલીસે સ્થળ પર પહોંચી કોહવાયેલી હાલતમાં મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણી રોડ પર રહેતા શિલ્પાબેન ભાવેશભાઈ નામની પરિણીતાએ ગોંડલ બી ડિવિઝન પોલીસમાં પહોંચી જણાવ્યું હતું કે, પતિ ભાવેશએ મારા ભાઈ અજય (ઉ.વ.18)ની લાશ અમારા મકાનની પાછળ ખાડો ખોદીને દાટી દીધી છે. વાત સાંભળી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ત્યાં હાજર ભાવેશને પૂછતાં તેણે જગ્યા બતાવતા પોલીસે કોહવાયેલો મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડી ભાવેશની પુછપરછ હાથ ધરતા જણાવ્યું હતું કે, સાળા અજયનું ગુપ્તાંગ નાળિયેરમાં ફસાઈ જતા પ્રથમ રાજકોટ સિવિલ અને ત્યાંથી અમદાવાદ લઇ ગયા હતા ત્યાં સારવાર બાદ રજા આપવામાં આવ્યા બાદ અમારી સાથે જ રહેતો હતો. મારા સાસુનું અવસાન થયા બાદ અગાઉની ઘટના અને સાસુના મૃત્યુથી તે વધુ ઉદાસ રહેતો હતો. આથી તેણે છાપરામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. જેની મને જાણ થતા પત્ની શિલ્પા આ આઘાત સહન નહીં કરી શકે એ માટે મેં મૃતદેહને નીચે ઉતારી પાછળ ખાડો ખોદીને દાટી દીધો હતો. પત્ની પૂછપૂછ કરતી હતી પરંતુ તેને દુઃખી કરવા માગતો ન હોવાથી સાચું કીધું નહતું બાદમાં તેણીએ પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતા મેં તેને સાચી હકીકત જણાવી હતી.
યુવકનું ફાંસો ખાઈ મોત થયું છે કે અન્ય કોઈ કારણ છે ? જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application