ઘોર કળિયુગએ પરાકાષ્ઠા વટાવી હોય તેમ બાપે દીકરી ઉપર, ભાઈએ બહેન ઉપર, કાકાએ ભત્રીજી ઉપર, દિયર ભાભી, સસરાએ વહુ સાથે બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારી, શારીરિક અડપલાં કરી ક્યાંક લોહીના તો ક્યાંક પારિવારિક સબંધોને કલંકીત કર્યા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જયારે સગ્ગા બનેવીએ સાળી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારી સાડી બનેવીના સબંધોને શર્મસાર કર્યા છે. ચલાલામાં સગ્ગા બનેવીએ 12 વર્ષની સાળી ઉપર 12 દિવસમાં ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ઉપર જતા આ બાબતે ભોગબનનાર સગીરાએ તેની સગ્ગી બહેનને વાસનાંધ બનેવીએ કરેલા કુકર્મની હકીકત જણાવતા બહેને પણ વાતને દબાવી દેવા ધમકી આપી હતી કે, જો આ વાત કોઈને કરીશ તો હું દવા પી જઈશ અંતે સગીરાએ માતાને વાત કરતા પરિવારના તળિયા નીચેથી જમીન સરકી ગઈ હતી અને સગી માતાએ જ દીકરી જમાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ ચલાલામાં રહેતા પરિવારની 12 વર્ષની સગીર પુત્રી ઉપર લાઠી પંથકમાં રહેતા બનેવીએ 12 થી 15 દિવસમાં ધાક ધમકી આપી અવાવરું જગ્યાએ લઈ જઈ લાફા મારી ત્રણથી ચાર વખત બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. ગભરાયેલી તરુણીએ આ બાબતે તેની સગ્ગી બહેનને વાત કરતા બહેને સાથ આપવાને બદલે પોતાના પતિને બચાવવા માટે સગીર બહેનને પણ દબાવી લાફા મારી ચીટીયા ભરીને ધમકી આપી હતી કે, આ બાબતે તું કોઈ ને વાત કરીશ તો હું દવા પી ને મરી જઈશ અંતે સગીરાએ ઘરે જઈ પોતાની માતાને વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે દીકરી જમાઈ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. આગળની તપાસ પીઆઈ વસૈયા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં મનપાએ ૧૦૦ કિલો સડેલા ફળ કર્યા જપ્ત
June 02, 2025 03:07 PMપોરબંદરના સાંસદના ૫૪માં જન્મદિવસ નિમિત્તે ૫૪ જેટલા વૃક્ષોનું થયુ વાવેતર
June 02, 2025 03:04 PMરેસકોર્સમાંથી સાડાત્રણ કિલો ગાંજા સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી મંજુર
June 02, 2025 03:01 PMલોકો રાણીબાગમાં આવતા ટીવી જોવા!
June 02, 2025 03:01 PMરાજીવ શુક્લા બનશે BCCIના નવા પ્રમુખ, આવતા મહિને તેઓ વર્તમાન પ્રમુખ રોજર બિન્નીની જગ્યા લેશે
June 02, 2025 03:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech