ભાણવડના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પૂરપાટ વેગે જઈ રહેલી એક મોટરકારના ચાલકે આ માર્ગ પર રહેલા એક વૃદ્ધ બળદને ઠોકરે ચડાવતા આ બળદના એક પગમાં ફ્રેક્ચર તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટને કરવામાં આવતાં તેઓ હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ સાથે પહોંચી ગયા હતા અને આ બળદને શિવ બળદ આશ્રમ ખાતે પહોંચાડી, અહીં પૂનમબેન માડમ ટ્રસ્ટના વેટરનરી ડોક્ટર તેમજ બળદ આશ્રમના સ્વયંસેવકોને મદદથી બળદને પ્લાસ્ટર બાંધી, અને જરૂરી સારવાર આપવામાં આવી હતી. આટલું જ નહીં, આ બળદ જ્યાં સુધી જીવે ત્યાં સુધી કાયમ માટે શિવ બળદ આશ્રમમાં આશરો આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જે બળદ ખેડૂત માટે પોતાની જાત ઘસી નાખે છે, તે બળદને વૃદ્ધાવસ્થામાં ખેડૂતો તરછોડી દે છે. ત્યારે આ અબોલ જીવ આ પ્રકારે રસ્તા પર ભટકીને પોતાની જિંદગી વિતાવે છે. જેના કારણે આવા અકસ્માતો થતા હોય છે. કોઈપણ ખેડૂત બળદને આવી રીતે ન તરછોડે તે માટે એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં એક તરફી પ્રેમીએ યુવતી ઉપર જીવલેણ હુમલો કર્યો
May 03, 2025 10:32 AMઅમેરિકામાં વેચાતા આઇફોન ભારતમાં જ બનાવાશે: ટિમ કૂક
May 03, 2025 10:32 AMટ્રેનના ટોયલેટમાં પાકિસ્તાની ઝંડો ચીતર્યો, 2ની ધરપકડ
May 03, 2025 10:30 AMપેટમાં દુ:ખાવો ઉપડ્યા બાદ રાણ ગામના યુવાનનું સારવાર દરમિયાન મોત
May 03, 2025 10:27 AMમની માર્કેટનો સમય વધારીને સાંજે પાંચને બદલે સાત વાગ્યા સુધી કરવાની વિચારણા
May 03, 2025 10:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech