BREAKING NEWS

રાજકોટ યાર્ડમાં મહાશિવરાત્રી પૂર્વે સક્કરિયા, બટેટાની બમ્પર આવક

  • February 13, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાતથી સક્કરિયાના આજે વધુ ૪૦ ટ્રક ઠલવાયા: આગ્રા અને પંજાબથી બટેટાની આવ

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં મહા શિવરાત્રિ પૂર્વે આજે સક્કરિયા અને બટેટાની ધૂમ આવક થઇ હતી.
યાર્ડના શાકભાજી વિભાગમાં હરરાજી પૂર્વે આજે ખંભાત પંથકમાંથી સક્કરિયાના વધુ ૪૦ ટ્રક ઠલવાયા હતા, આ ઉપરાંત અમરેલી પંથકમાંથી પણ સક્કરિયાની આવક થઇ હતી. બટેટામાં ડીસાની સ્થાનિક આવકો ઉપરાંત આગ્રા અને પંજાબથી આવક થઇ રહી છે. બન્નેના પ્રતિ કિલોનો ભાવ યાર્ડમાં .૧૫ રહ્યો હતો, યારે રિટેઇલ માર્કેટમાં આથી વધુ ભાવે વેચાણ થઇ રહ્યું છે.
યાર્ડના ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે સક્કરિયાની આવક સતત વધી રહી હોય ચેરમેન જયેશભાઇ બોઘરા દ્રારા સ્થળ નિરીક્ષણ કર્યા બાદ યાર્ડનું નવનિર્મિત એક પ્લેટફોર્મ સક્કરિયાની આવક માટે ફાળવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. મહાશિવરાત્રિનું વ્રત કરતા ભાવિકો બટેટા અને સક્કરિયાની વાનગીઓ આરોગતા હોય આવકની સામે લેવાલી પણ વધુ જોવા મળી રહી છે. હજુ આવતીકાલે પણ સક્કારિયા બટેટાની પુષ્કળ આવક થશે તેમ તેમણે ઉમેયુ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application