એંકર : સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક થવા પામી છે. માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝનની નવી 80 થી 85 હજાર મગફળીની ગુણીની આવક થવા પામી છે. ત્યારે આજરોજ હરરાજીની પ્રક્રિયામાં 20 કિલો મગફળીના 800 રૂપિયાથી 1100 રૂપિયા સુધીના ભાવ બોલાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા વરસાદની આગાહીને લઈ માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની આવક બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી યાર્ડમાં રહેલ મગફળીનો નિકાલ ન થાય ત્યાં સુધી તેમજ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે.