રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 1 થી 5 ના ગુજરાતી માધ્યમ માટે કુલ 11,000 વિદ્યાસહાયકો (વર્ગ-3) ની ભરતી કરવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. લાંબા સમયની રાહ જોયા બાદ જાહેર થયેલી આ ભરતી પ્રક્રિયા TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારો માટે રોજગારીની મોટી તક લઈને આવી છે.
વિદ્યાસહાયક ભરતી: મહત્વની તારીખો અને ઓનલાઇન પ્રક્રિયા
જાહેરાત ક્રમાંક 01/2026 હેઠળ આ સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ઓનલાઇન પદ્ધતિથી હાથ ધરવામાં આવશે. ઉમેદવારોએ નીચે મુજબના સમયપત્રકનું ધ્યાન રાખવાનું રહેશે
અરજીની શરૂઆત: 15 એપ્રિલ, 2026 ના રોજ સવારે 12:00 વાગ્યાથી ફોર્મ ભરી શકાશે.
અરજીની અંતિમ તારીખ: 24 એપ્રિલ, 2026 ના રોજ બપોરે 3:00 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે.
સત્તાવાર વેબસાઇટ: યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો http://dpegujarat.in પર જઈને ઓનલાઇન નોંધણી કરાવી શકશે.
શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ભરતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને દૂર કરવા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવી રહી છે. આગામી
દિવસોમાં જિલ્લાવાર ખાલી જગ્યાઓ, અનામત બેઠકો અને મેરિટ યાદી અંગેની વિગતવાર માહિતી પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.
TAT (Higher Secondary) પરીક્ષા અને કોલ લેટરની વિગતો
બીજી તરફ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (TAT-Higher Secondary) આપવા માંગતા ઉમેદવારો માટે પણ મહત્વના સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડના આદેશ અનુસાર આ પરીક્ષા 12 એપ્રિલ, 2026 ના રોજ યોજાનાર છે. પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાની વિગતો નીચે મુજબ છે:
ડાઉનલોડની શરૂઆત: 1 એપ્રિલ, 2026 ના રોજ બપોરે 2:00 વાગ્યાથી.
ડાઉનલોડની અંતિમ તારીખ: 12 એપ્રિલ, 2026 ના રોજ બપોરે 12:00 વાગ્યા સુધી.
ડાઉનલોડ માટેની લિંક: ઉમેદવારો OJAS અને SEB ની સત્તાવાર વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર મેળવી શકશે.
ઉમેદવારો માટે સૂચના
શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ છેલ્લી ઘડીની ભીડ ટાળવા માટે નિર્ધારિત સમયમર્યાદા પહેલા જ પોતાની અરજી અને કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લે. તેમજ ભરતી કે પરીક્ષા સંબંધિત કોઈપણ અપડેટ માટે નિયમિતપણે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહેવું.
રાજ્ય સરકારના આ ડબલ ધડાકાને કારણે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓએ અત્યારથી જ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાની કવાયત શરૂ કરી દીધી છે.