જામનગર નજીક ખંભાળીયા બાયપાસ સાંઢીયા પુલ પાસે ગઇકાલે સાંજે પસાર થઇ રહેલી સીએનજી સેન્ટ્રો કાર નં. જીજે૦૧એચકે-૭૧૬૧માં અચાનક આગ લાગતા નાશભાગ મચી હતી, સમય સુચકતા વાપરીને કારમાં સવાર લોકો બહાર નીકળી જતા જાનહાની ટળી હતી.
આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાકીદે સ્થળ પર દોડી જઇ અન્ય વાહનો સાઇડમાં રોકાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અવાર નવાર ટુ વ્હીલર અને ફોરવ્હીલર વાહનો અચાનક સળગી જવાના બનાવો બને છે.