ગાયકવાડીમાં એપાર્ટમેન્ટની છત પરથી ૭૮ બોટલ દારૂ સાથે વેપારી ઝડપાયો

  • June 17, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



માધવ હોલ પાસે ફૂટપાથ પરથી ૨૪ બોટલ દારૂ સાથે શખસ પકડાયો


પ્ર.નગર પોલીસ સ્ટેશનની ટીમે ગાયકવાડીમાં એપાર્ટમેન્ટની છત પરથી ૭૮ બોટલ દારૂ સાથે હંસરાજનગરના વેપારીને ઝડપી લીધો હતો.જયારે ભકિતનગર પોલીસે ૮૦ ફૂટ રોડ પરથી ૨૪ બોટલો સાથે લાદી કામ કરનાર શખસને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, ગાયકવાડી શેરી નંબર ૭ નિર્મલ એપાર્ટમેન્ટની છત પર વિદેશી દારૂ છૂપાવ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ૭૮ નંગ વિદેશી દારૂની બોટલ સાથે પોલીસે હિતેશ લક્ષ્મણભાઈ ટહેલિયાણી (રહે હંસરાજ નગર શેરી નંબર ૨/૪ ગંગ નિવાસ) નામના વેપારીને પકડી પાડી રૂ.૨૭,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.

અન્ય દારૂ દરોડામાં ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમે ૮૦ ફૂટ રોડ, શિવાજી ચોક, માધવ હોલ સામે, ફૂટપાથ પરથી પ્રકાશ ઉર્ફે લાલો મહેશભાઈ દાણીધારિયા (રહે નંદા હોલ, ન્યુ સાગર સોસાયટી)ને રૂ. ૬૯૧૨ની કિંમતનો ૨૪ નંગ વિદેશી દારૂની બોટલ સાથે પકડી પાડી ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News