BREAKING NEWS

જામનગરમાં સ્ક્રેપ સહીત ૧૨થી વધુ બ્રાસપાર્ટ એકમોમાં સીજીએસટી ટીમની તપાસમાં રહસ્યના તાણાવાણા..!

  • October 27, 2025 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
જામનગરમાં સ્ક્રેપ સહીત ૧૨ થી વધુ બ્રાસપાર્ટ એકમોમાં સીજીએસટી વિભાગની ટીમ દ્રારા કરવામાં આવેલી તપાસમાં રહસ્યના તાણાવાણા સર્જાયા છે. કારણ કે,દરોડાના ૧૦ દિવસ બાદ પણ કરચોરીની કોઇ વિગતો જાહેર કરવામાં ન આવતા અનેક સવાલ ઉઠ્યા છે. બીજી બાજુ દિવાળી ટાંકણે જીએસટી વિભાગ દ્રારા કાર્યવાહી બાદ ભીનું સંકેલવામાં આવ્યાની  ઉધોગકારોમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.


જામનગરમાં દિવાળી પૂર્વે દિવાળી ટાંકણે જીએસટી વિભાગ દ્રારા કાર્યવાહી બાદ ભીનું સંકેલવામાં આવ્યાની  ઉધોગકારોમાં જોરશોરથી ચચા સ્ટેટ જીએસટીની ટીમોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં તપાસ દરમ્યાન શહેરના હીરજી મીસ્ત્રી રોડ પર બ્રહ્મ એસોસીએટ પેઢી ધરાવતા સીએ અલ્કેશ પેઢડીયા દ્રારા રૂ.૫૬૦ કરોડનું બોગસ બીલીંગ કરી રૂ.૧૧૨ કરોડનું કરચોરી કરવામાં આવ્યાનું ખૂલ્યું હતું.  


આ કૌંભાડના ગણતરીના દિવસો બાદ એટલે કે ૧૬ ઓકટોબરના સેન્ટ્રલ જીએસટી વિભાગની ૧૦થી વધુ ટુકડીઓ  શહેરના શંકરટેકરી અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ત્રાટકી સ્ક્રેપ સહીત બ્રાસપાર્ટના એકમો ધરાવતા અને આયાત-નિકાસ કરતા શ્યામભાઇ, બાબુભાઇ, રામભાઇ, ભાવીકભાઇ, કપીલભાઇ અને કાનાભાઇની પેઢી સહીત ૧૨ થી વધુ સ્થળોએ દરોડા પાડી તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.


તપાસ દરમ્યાન કારખાનેદારો દ્રારા થતા આર્થિક વ્યવહારો, બીલ સહીતના દસ્તાવેજો અને સાહીત્યની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ કલાકો સુધી ચાલી હતી. જીએસટીના અધિકારીઓએ તપાસ દરમ્યાન શંકાસ્પદ સાહીત્ય અને દસ્તાવેજો કબ્જે કરત મસમોટી કરચોરી ખૂલશે તેમ 
સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું. ખાસ કરીને દરોડામાં બોગસ બીલીંગ કરી કરવામાં આવતી મસમોટી કરચોરીના પર્દાફાશની શકયતા પણ અતરંગ સૂત્રોએ વ્યકત કરી હતી. 
​​​​​​​
પરંતુ નવાઇની વાત એ છે કે, દરોડાની કાર્યવાહીને ૧૦ દિવસ થવા છતાં હજુ સુધી જીએસટી વિભાગ દ્રારા જામનગરમાં ૧૨ થી વધુ બ્રાસપાર્ટના એકમોમાં તપાસ દરમ્યાન કેટલી કરચોરી અને કયાં પ્રકારે કરચોરી કરવામાં આવી છે તેની કોઇપણ વિગતો જાહેર કરવામાં ન આવતા સમગ્ર તપાસ શંકાના દાયરામાં આવી છે. બીજી બાજુ એસજીએસટીની ટીમો દ્રારા તપાસનો રિપોર્ટ જાહેર કરવામાં ન  આવતા દિવાળી ટાંકણે કાર્યવાહી બાદ ભીનું સંકેલવામાં આવ્યાની ચર્ચા ઉધોગકારોમાં જોરશોરથી ચાલી રહી છે. ત્યારે આગામી દીવસોમાં તપાસ કાર્યવાહીની સતાવાર વિગત જીએસટી વિભાગની વડી કચેરી દ્રારા જાહેર કરવામાં આવશે કે કેમ તેના પર સૌની મીટ મંડાઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News