રાજકોટમાં સીજીએસટીની પ્રિવેન્ટી વિંગ દ્વારા શહેરના સંત કબીર રોડ પર આવેલા ત્રણ ઈમીટેશનના ધંધાર્થીઓ પર ગત તારીખ 23 થી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. અધિકારીઓની ટીમ દ્વારા ત્રણ દિવસના ડેટા એનાલિસિસના અંતે ઇમિટેશનના ધંધાર્થીઓ દ્વારા રૂપિયા 50 થી 60 લાખની કરચોરી થઈ હોવાનું તથા તપાસના અંતે આંકડો હજુ પણ વધે તેવી સંભાવના સૂત્રોએ દર્શાવી છે.
સીજીએસટીના અધિકારીઓની ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ઇમિટેશનના ધંધાર્થીઓને ત્યાંથી ડિજિટલ અને ફિઝિકલ હિસાબી સાહિત્ય જપ્ત કરી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ તપાસ ચાલી રહી હોવાથી આંકડો હજુ પણ વધી શકે છે. મહત્વનું છે કે ઇમિટેશન જ્વેલરી પર માત્ર ત્રણ ટકા જીએસટી લાદવામાં આવ્યો છે. આમ, છતાં કેટલાક વેપારીઓ દ્વારા ડ્યુટી ભરવામાં આવતી નહીં હોવાથી તેની ફરિયાદ જીએસટી પ્રિવેન્ટીવ વિંગ સુધી પહોંચી હતી.
મોટી કરચોરીની આશંકાએ સીજીએસટી વિભાગના ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરી અને ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. ઇમિટેશનના ધંધાર્થીઓના માલના ઇવેબિલ સહિતના ડેટાની ઇનપુટ અને ટેક્સ ક્રેડિટ ડેટાનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. તેમજ ડેટા મિસ મેચ થયો હોવાથી એક સાથે ત્રણ પેઢીઓ પર દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે પ્રથમ તબક્કે રૂપિયા 50 થી 60 લાખની કર ચોરી ઝડપી લેવામાં આવી છે. જોકે હજુ પણ સાહિત્યની ચકાસણી ચાલુ હોવાથી ચોરીનો આંકડો વધવાની શક્યતા અધિકારીઓએ દર્શાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application