BREAKING NEWS

એરપોર્ટ પર વિદેશી નાગરિકની રૂ.5 કરોડની‌ સોનાની કાંડા ઘડિયાળ સી.આઈ.એસ.એફ.એ પરત આપી

  • January 22, 2026 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના હીરાસર સ્થિત ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સી.આઈ.એસ.એફ.ની પ્રશંશનીય કામગીરી સામે આવી છે. રાજકોટ એરપોર્ટ પરથી એક વિદેશી મુસાફર લંડન જવા માટે રાજકોટ થી મુંબઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેણે હાથમાં પહેરેલી સોનાની રૂ.5 કરોડની કાંડા ઘડિયાળ ગાયબ થઈ ગઈ હતી. આ અંગેની જાણકારી સી.આઈ.એફ.ને મળતા એરપોર્ટ પર તૈનાત સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જ્યાં અન્ય એક મુસાફર પાસે ઘડિયાળ મળી આવતા તેના મૂળ માલિકને પરત આપવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે તાજેતરમાં તારીખ 20 ના રોજ રાજકોટથી મુંબઈ સવારે 8:35 કલાકે ટેક ઓફ થતી ફ્લાઈટમાં જવા માટે મુસાફર રવાના થયા હતા. આ દરમિયાન ભીડના કારણે તેમની મોંઘેરી સોનાની કાંડા ઘડિયાળ ગાયબ થઈ ગઈ હતી. જેથી મુસાફરે એરપોર્ટ પોલીસને જાણ કર્યા બાદ પૂછપરછમાં આ ઘડિયાળ સોનાની અને રૂ.5 કરોડની હોવાનું સામે આવ્યું હતું.

ઇન્સ્પેક્ટર એસ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ સી.આઈ.એસ.એફ.ની ટીમ, ઇન્ટેલિજન્સ યુનિટ અને સી.સી.ટી.વી સર્વેલન્સ સહિતના સ્ટાફ દ્વારા સઘન શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન અન્ય મુસાફર પાસેથી આ ઘડિયાળ મળી આવી હતી. અને જેમની પાસેથી આ ઘડિયાળ પરત લઈ સી.આઈ.એસ.એફ.ના સ્ટાફ દ્વારા ઘડિયાળ તેના મૂળ માલિક એવા વિદેશી નાગરિકને પરત કરવામાં આવી હતી. જેથી આ વિદેશી નાગરિકે સી.આઈ.એસ.એફ.સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application