BREAKING NEWS

મુખ્યમંત્રીની રાયપાલ સાથે લાંબી બેઠક રાજયના રાજકારણમાં એકાએક ગરમાવો

  • October 01, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજયના મંત્રીમંડળ વિસ્તરણને લઈને લાંબાસમયથી અટકળો ચાલી રહી છે પરંતુ ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજભવન ખાતે રાજયપાલ આચાર્ય દેવ વ્રત સાથે બેઠક યોજતા રાયમંત્રી મંડળના વિસ્તરણની હવા તેજ બની છે. હવે ગમે તે ઘડીએ વિસ્તરણની જાહેરાત થાય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.
અહીં નોંધવું જરૂરી છે કે ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન જઇ રાયપાલ આચાર્ય દેવવ્રત સાથે ની બેઠકમા મુખ્યસચિવ પંકજ જોશીને સાથે રાખવામા આવ્યા હતા.આ મુલાકાતે રાજકીય ગરમી લાવી દીધો છે.
દર બુધવારે મળતી રાય મંત્રી મંડળની બેઠક પણ રદ કરવામાં આવી છે ત્યારે હવે ગમે ત્યારે વિસ્તરણ થઇ શકે છે એવી અટકળોને બળ મળ્યું છે. ગુજરાત ભાજપના નવા પ્રમુખ અને કેબિનેટમાં ફેરફારને લઇ છેલ્લા છ મહિનાથી અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. વિશેષ કરીને પંચાયત રાયમંત્રી બચુ ખાબડ પર મનરેગા કૌભાંડના છાંટા ઉડા ત્યારથી જ સ્વર્ણિમ સંકુલમાં આવવાનું બધં કરાવી દેવાયું છે. બે મહિના પહેલાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશકિતમંત્રી સી.આર. પાટીલે ભાજપની પ્રદેશ બેઠકમાં એવો સંકેત આપ્યો હતો કે, હજુ આપણે બે વખત મળવાનું થશે. એ વખતે પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણનું કોકડું ઉકેલાઇ જશે એવી શકયતાઓ વધી હતી.  હવે ગમે ત્યારે વિસ્તરણ થશે.એમ સૂત્રોનું કહેવું છે કે, આજે નોમના કારણે મંત્રીઓને કાર્યક્રમોમાં હાજરી આપવાની છે અને દશેરા અને ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા કાર્યક્રમ સહિતની ઉજવણીઓમાં મંત્રીઓ વ્યસ્ત રહેવાના હોવાથી કેબિનેટ રદ કરાઇ છે. હવે યારે વિસ્તરણ થશે એ જાહેરમાં મોટા માંડવા હેઠળ નહીં, રાજભવનમાં તૈયાર એવા મહર્ષિ દયાનદં સરસ્વતી મંડપમ ખાતે જ શપથ વિધિ થશે એ પણ માત્ર આદેશના બે જ કલાકમાં યોજી શકાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application