શહેરના કુવાડવા રોડ પર ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ નજીક આવેલા સીએનજી પંપએ લાઈનમાં ગાડીમાં ગેસ પુરાવવા બાબતે બે કાર ચાલક વચ્ચે બોલાચાલી થયા બાદ વધુ ઉગ્ર માથાકૂટ થતા ધોકા-પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સામસામે પિતા પુત્ર સહીત ત્રણ વ્યક્તિને ઇજા થતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે બંને પક્ષની ફરિયાદના આધારે કુવાડવા પોલીસે પિતા પુત્ર સહીત આઠ શખસો સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ જુના માર્કેટ યાર્ડ પાસે માલધારી સોસાયટી શાળા નં-17માં રહેતો રાહુલ રેવાભાઈ બોસરીયા (આશરે ઉ.વ.25)નો કુવાડવા રોડ પર આવેલી ક્રિષ્ના કાઠિયાવાડી હોટેલ પાસે આવેલા સીએનજી ગેસ પંપમાં સ્વીફ્ટ કારમાં ગેસ ભરાવવા માટે ગયો હતો ત્યારે લાઈનમાં વારા બાબતે કાર ચાલક કિશન દુધરેજીયા સાથે ગાળાગાળી થતા કિશન અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખસોએ ધોકાથી મારમારતા યુવકને લોહી નીકળવા લાગ્યું હતું અને તેણે ફોન કરી તેના પિતા રેવાભાઈને બોલાવતા તેના પિતા રેવાભાઈ પંપે આવી કિશન દુધરેજિયાને સમજાવવા જતા કિશન અને ત્રણ અજાણ્યા શખ્સોએ કારમાંથી ધોકા પાઇપ કાઢી આડેધડ મારમાર્યો હતો. રેવાભાઈ અને પુત્ર રાહુલને માથા સહિતના ભાગે ઇજા થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયારે સામાપક્ષે રામપર બેટી ગામે રહેતો જયદીપ જગદીશભાઈ મકવાણા (ઉ.વ.20)ના યુવકે પોતાને રાહુલ ભરવાડ તેના પિતા રેવાભાઈ અને બીજા બે અજાણ્યાએ ધોકા પાઇપ વડે મારમારતા માથામાં ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. તેણે વળતી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બપોરે બે વાગ્યે મારો મિત્ર કિશન બાળકદાસ દુધરેજીયા ગેસ પુરાવવા માટે લાઈનમાં ઉભો હતો ત્યારે રાહુલે પોતાની સ્વીફ્ટ કાર વચ્ચે નાખી હતી જેના કારણે તેને ઝગડો થતા હું ત્યાં ગયો હતો. ત્યાં જઈ રાહુલને સમજાવતો હતો ત્યારે તેના પિતા, રાહુલ અને અજાણ્યા બે માણસોએ હુમલો કર્યો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે બંને પક્ષની એન્ટ્રી નોંધી કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે રેવાભાઈ ધનાભાઇ ભરવાડની ફરિયાદ પરથી કિશન દુધરેજીયા અનેઅજાણ્યા ત્રણ શખ્સો સામે જયારે જયદીપ જગદીશભાઈ મકવાણાની ફરિયાદ પરથી રાહુલ ભરવાડ તેનાપિતા અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીમા ઉદ્યોગમાં હાહાકાર: અમદાવાદ પ્લેન ક્રેશનો 4000 કરોડનો દાવો, અત્યાર સુધીનો સૌથી મોટો
June 16, 2025 11:40 PMઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech