હાર્ટ એટેક સમયે કરવાની થતી કામગીરી અંગે સમજણ અપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની તમામ શાળાના શિક્ષકો માટે સી.પી.આર. ટ્રેનિંગનું આયોજન અહીંની એસ.એન.ડી.ટી. હાઈસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, ડો. અમિત નકુમ, ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા એનેસ્થેસિયાના વર્ગ -૧ સૈયદભાઈ, સાથે મેડિકલ સ્ટાફ, બી.આર.સી. કો-ઓર્ડીનેટર પી.એસ. રાણા, કેળવણી નિરીક્ષક, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહિલા ઉપાધ્યક્ષ સપનાબેન કાનાણી અને ૧૨૦૦ જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા.
આ તમામને મેડીકલ ટીમ દ્વારા કોઈપણ વ્યક્તિને હૃદયરોગની તકલીફ થાય ત્યારે કઈ રીતે વર્તવું તે અંગે સુવ્યવસ્થિત રીતે સી.પી.આર. ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીનનું અર્થતંત્ર સંકટમાં: ફેક્ટરીઓમાં સન્નાટો, બેરોજગારી વધી
May 03, 2025 02:04 PMજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech