BREAKING NEWS

કેલિફોર્નિયાનો બીચ ગાયબ, સમુદ્રની શકિતશાળી લહેરો ઘરોમાં ઘુસી ગઈ

  • September 14, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં છેલ્લા કેટલાક દિવસોથી સમુદ્રની અસાધારણ ઐંચી અને શકિતશાળી લહેરોએ તટીય વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. લોંગ બીચ પેનિન્સુલા ખાતે સમુદ્રની લહેરો સુરક્ષા માટે બનાવાયેલી રેતીની પરતો અને દરિયાઈ દીવાલોને વટાવીને સીધી આગળ વધી ગઈ હતી.
 આ કુદરતી પ્રકોપને કારણે કેટલાક ભાગો ક્ષતિગ્રસ્ત થયા છે અને દરિયાકાંઠે આવેલા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તત્રં દ્રારા ઓછામાં ઓછા ચોવીસ ઘરોને તાત્કાલિક ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટના એવા સમયે બની છે યારે આગામી મહિનાઓમાં મજબૂત 'અલ–નીનો' સક્રિય થવાની પ્રબળ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.હરિકેન મેરી બાદ ઉઠેલી આક્રમક લહેરોનો પ્રભાવ માલિબૂથી લઈને સાન ડિએગો સુધી સ્પષ્ટ્રપણે જોવા મળ્યો છે. ડાના પોઈન્ટ વિસ્તારમાં ઐંચી લહેરોના કારણે કિનારે બનેલા અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, સાન કલેમેન્ટેમાં સમુદ્રના સતત ધોવાણને કારણે તટીય રેલવે લાઇનને ફરીથી બધં કરવાની ફરજ પડી છે. માલિબૂમાં દરિયાકાંઠાના એક ઘરના ડ્રાઇવવેમાં મોટો ખાડો રચાઈ ગયો હતો, યારે પેસિફિક કોસ્ટ હાઇવેના કેટલાક હિસ્સાઓ પર પણ દરિયાનું પાણી ફરી વળ્યું હતું. નેશનલ વેધર સર્વિસે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઐંચી લહેરો અને પૂર અંગે સતર્કતાની ચેતવણી જારી કરી છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, પ્રશાંત મહાસાગરીય ક્ષેત્રમાં સમુદ્રનું તાપમાન પહેલેથી જ સામાન્ય કરતા ઘણું વધારે છે. આગામી સમયમાં મજબૂત અલ–નીનોની સ્થિતિ સર્જાવાથી સમુદ્રનું તાપમાન વધુ વધી શકે છે, જેનાથી દરિયાઈ વાવાઝોડાને વધુ બળ મળશે તેમજ ભારે વરસાદ અને ઐંચી લહેરોનું જોખમ અનેકગણું વધી જશે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના આબોહવા વૈજ્ઞાનિક ડેનિયલ સ્વેનના મતે, હાલમાં થયેલું આ નુકસાન આગામી સમયમાં આવનારી મોટી આફતોની માત્ર એક ઝલક હોઈ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application