BREAKING NEWS

રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં દર્દી-સગાઓ માટે ‘કેન્ટીન સુવિધા’ શરૂ

  • January 10, 2026 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પશ્ચિમ રેલવેની રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં દર્દીઓ ઉપરાંત દર્દી સાથેના સગાને હોસ્પિટલ પરિસરમાં પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ખાસ કેન્ટીનનું રેલવે પ્રબંધક (DRM) ગિરિરાજ કુમાર મીનાએ ઉદ્ઘાટન કર્યું હતું.

રાજકોટ રેલવે હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી મર્યાદિત સંસાધનો હોવા છતાં હોસ્પિટલ વહીવટીતંત્ર રસોઈ સેવાઓનું સંચાલન કરી રહ્યું હતું. તેમાં દર્દીઓની વધતી જતી સંખ્યા અને ગુણવત્તાયુક્ત ભોજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, રેલવે વહીવટીતંત્રે હવે તેને વ્યાવસાયિક ખાનગી એજન્સી દ્વારા આઉટસોર્સ કરવાનો સાહસિક નિર્ણય લઇ ટીમનું આ ભોજન સુવિધાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝન રેલવે પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે: “રેલવે હોસ્પિટલ માત્ર સારવારનું કેન્દ્ર નથી, પરંતુ માનવીય સંવેદનાઓ સાથે જોડાયેલી સંસ્થા છે. દર્દીઓ અને તેમના પરિજનોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવું એ અમારી જવાબદારી છે." આ વિસ્તરણ કેન્ટીન સુવિધામાં ભોજનની ગુણવત્તા અને શુદ્ધતા જાળવી રાખવા માટે એક વિશેષ 'હોસ્પિટલ કિચન નિરીક્ષણ સમિતિ'ની રચના કરવામાં આવી છે. આ સમિતિ પૂર્વ સૂચના આપ્યા વિના નિયમિત સરપ્રાઈઝ ચેકિંગ કરશે. આ તકે મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. રાજ કુમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ સુવિધા 'પેશન્ટ-ફર્સ્ટ' એટલે કે 'દર્દી પ્રથમ'ની વિચારધારાનું પરિણામ છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ, તબીબી સ્ટાફ અને કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application