BREAKING NEWS

ગોંડલમાં શ્રીનાથગઢ રોડ પર થયેલા અકસ્માતમાં કાર માલિકે ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

  • June 08, 2026 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના શ્રીનાથગઢ રોડ પર ગત બપોરે અકસ્માત સર્જાયો હતો.જેમા પુર ઝડપે આવી રહેલી સ્કોડા સલાવિયા કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના લીમડાના ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ કણ અકસ્માતમાં પૂજા રાજગોર નામની યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુ મોત નીપયું હતું, યારે ૫ વર્ષની માસૂમ બાળકી સહિત ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે સુલ્તાનપુર પોલીસ મથકમાં કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટના મવડી ચોકડી પાસે રહેતા અને ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા મોહિતભાઈ કિશોરભાઈ ગોહેલે સુલ્તાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેમના પત્ની નિરાલી, દીકરી ત્રીષા (ઉં.વ. ૫), પત્નીની બહેનપણી પૂજા રાજગોર, પત્નીનો માનેલો ભાઈ સચીન ઉર્ફે લાલો અને તેનો મિત્ર સંજય જાખેલીયા જીજે૦૩પીજી ૦૬૯૯ નંબર ની સ્કોડા કાર લઈને ભગુડા માતાજીના દર્શન કરવા ગયા હતા. ગઈકાલે બપોરે મોહિતભાઈ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક ગોંડલના શ્રીનાથગઢ નજીક થયેલા એક અકસ્માતની રીલ સામે આવી હતી, જેમાં તેમની જ સ્કોડા ગાડી અકસ્માતગ્રસ્ત જોવા મળી હતી અને પૂજા રાજગોરનું મોત થયું હોવાનો ઉલ્લ ેખ હતો. તેમણે તુરતં હોસ્પિટલ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. બપોરના આશરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ શ્રીનાથગઢથી ગોંડલ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક સચીન ઉર્ફે લાલાભાઈ વઢીયાએ પોતાની કાર ફલ સ્પીડે ચલાવીને સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી લીમડાના ઝાડમાં ખાબકી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પૂજાબેન રાજગોરને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ફરિયાદીના પત્ની નિરાલીબેનને માથાના ભાગે નાના–મોટા ૮ હેમરેજ અને જડબામાં ફેકચર થતાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ માં દાખલ કરાયા હતા. ૫ વર્ષની દીકરી ત્રીષાને દાઢીના ભાગે તથા બંને પગમાં ફેકચર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સંજયભાઈ જાખેલીયાને છાતી અને શરીરે મૂઢ ઈજાઓ થઈ હતી, યારે કાર ચાલક સચીન ઉર્ફે લાલાને કમરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ સમગ્ર મામલે સુલ્તાનપુર પોલીસે મોહિતભાઈ ગોહેલની ફરિયાદના આધારે સ્કોડા કાર ચાલક સચીન ઉર્ફે લાલા સંજયભાઈ વઢીયા વિદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫ એ અને બી, ૧૦૬(૧) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. હિતેષકુમાર ઉકાભાઈ પરમારે હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News