રાજકોટ શહેરના નાનામવા પ્રદ્યુમન ગ્રીન સિટી એપાર્ટમેન્ટ રાજયોગ વિંગમાં રહેતા એક વણિક પરિવાર ના માલવીયાનગર સોસાયટીમાં એકલા રહેતા વૃદ્ધાની દેખરેખ માટે ગીતાંજલિ હોમ હેલ્થ કેર નામની એજન્સી મારફત કેરટેકર તરીકે રાખેલી ન્યારા ગામની યુવતી એ વૃદ્ધાની જાણ બહાર કબાટમાંથી ત્રણ લાખ રોકડા તેમજ 8.20 લાખના સોનાના દાગીના મળી 11.20 લાખની ચોરી કર્યાની માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના નાના મવા સયાજી હોટલ નજીક આવેલ પ્રદ્યુમન ગ્રીન સિટી એપાર્ટમેન્ટ રાજયોગ વિંગ બ્લોક નંબર 1103 માં રહેતા ધીરેનભાઈ હીરાલાલ વાઘર ઉંમર વર્ષ 54 નામના જૈન વાણી કે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં ધીરેનભાઈએ જણાવ્યા મુજબ પોતે ગોંડલ રોડ પર ગ્લોટેક સ્ટીલ નામે ભઠ્ઠીનું કારખાનું ચલાવતા હોવાનું તેમજ તેમના માતા હર્ષાબેન હીરાલાલ વાઘર ઉંમર વર્ષ 83 વાળા પિતાનું અવસાન થતા માલવીયાનગર સોસાયટી પંચ સીલ સ્કૂલ નજીક એકલા રહેતા હોય વૃદ્ધ માતા ની દેખરેખ માટે ગીતાંજલિ હોમ હેલ્થ કેર નામની એજન્સી મારફત કેરટેકર માટે સંપર્ક કર્યો હતો.
જે અંગે ગત ઓગસ્ટ મહિનામાં એજન્સી મારફત ન્યારા ગામના ભાવનાબેન રમેશભાઈ ભૂત નામની યુવતીને માતા હર્ષાબેનની સાર સંભાળ અને દેખરેખ, સેવા ચાકરી કરવા દરરોજના 1400 રૂપિયા લેખે રોજ નક્કી કરી કામ પર રાખ્યા હતા.
સમય જતા ગત તારીખ 31/ 10/ 25ના હર્ષાબેને પુત્ર ધીરેનભાઈ ને કહ્યું હતું કે મારે કેરટેકરની જરૂર નથી તમે એજન્સીને કહી ભાવનાબેનને છુટા કરવાનું કહી દો જેથી એજન્સી સાથે વાત કરી કેરટેકરને છૂટા કરી દીધા હતા ત્યારબાદ તારીખ 2/11/ 25ના રોજ પુત્ર ધીરેનભાઈ માતાના ઘરે ગયા હતા ત્યારે મિત્ર કિશોરભાઈ બાબીયા પણ સાથે હતા અને માતા ની ખબર અંતર પૂછ્યા બાદ હર્ષાબેનને પુત્રને જણાવ્યું હતું કે હું એકલી રહું છું અને કબાટમાં કીમતી ચીજ વસ્તુઓ છે ઘણા સમયથી મેં જોયું નથી જેથી ચેક કરી લો તેવું કહ્યું હતું.
જેથી પુત્ર ધીરેનભાઈ કબાટ નો લોક ખોલતા અંદર ચેક કરતા કીમતી કોઈ ચીજ વસ્તુ નજરે ન પડતા માતાને જણાવ્યું હતું કે કબાટમાં તો કંઈ નથી જેથી હર્ષાબેનને કહ્યું હતું કે સોનાના દાગીના અને રોકડ બધું કબાટમાં જ હતું તો ગયું ક્યાં? જેથી ઘરમાં અલગ અલગ જગ્યાએ બધી તપાસ કરતા કોઈ મળી આવ્યું ન હતું.
આ અંગે માતાને પૂછતા કબાટમાં સોનાની ઘડિયાળ નો બેલ્ટ 40 ગ્રામનો 20 ગ્રામ નું સોનાનું ડોકિયું નાકની ચોક ઓમકાર સોનાની મઢેલી મોતી માળા 20 ગ્રામ તેમજ રોકડા રૂપિયા ત્રણ લાખ કબાટમાં રાખ્યા હોવાનું જણાવ્યું હતું જેથી કામ પરથી છુટા કરેલ કેરટેકર સામે શંકાઓ ઉપજતા તેનો મોબાઈલ નંબર પર સંપર્ક કરી રૂબરૂ મળવા માટે બોલાવ્યા હતા.
કેરટેકર ભાવનાબેને ગોળ ગોળ જવાબ આપ્યો હતો પરંતુ ચોરી કર્યાનું નહીં સ્વીકારતા અંતે કડકાઈ થી પૂછપરછા ધરતા પોતે ચોરી કરેલું હોવાની કબુલાત આપી હતી અને નોકરી દરમિયાન અલગ અલગ સમયે કબાટમાંથી સોનાના દાગીના તેમજ રોકડ ચોરી કરી લીધા નું જણાવેલ જેથી આ અંગે માલવિયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ પી.એસ.આઇ.ડી.એસ ગજેરા ચલાવી રહ્યા છે.