BREAKING NEWS

જેતપુરના ચાંપરાજપુરમાં તું મારા દીકરાને કેમ મારે છે કહી લોખંડના ખીલાથી હુમલાનો મામલો

  • May 07, 2026 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરના ચાંપરાજપુર ગામે ગઈકાલે એક શખ્સ ઉશ્કેરાટમાં ત્યાં ઉભેલ યુવાનને તું મારા દીકરાને કેમ મારે છે તેમ કહી પીઠના ભાગે ધારદાર લોખંડનો ખીલો મારી ઈજાગ્રસ્ત કરી દીધાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. શહેરના ભોજાધાર વિસ્તારમાં રહેતા સંજયભાઈ ગઢાદરા બાજુમાં જ આવેલ ચાંપરાજપુર ગામના બસ સ્ટેન્ડ પાસે પાન ખાવા માટે ગયા હતાં. ત્યાં તેમના સબંધીઓ મળી જતા તેની સાથે વાતો કરતા હતા ત્યાં ચાંપરાજપુર ગામનો શૈલેષ સોલંકી ત્યાં આવીને તું મારા દીકરાને કેમ મારે છે તેમ કહી ભૂંડી ગાળો કાઢવા લાગેલ અને ઢીકાપાટુંનો માર મારવા લાગતા સંજયભાઈએ તેને બોલાચાલી કરવાની ના કહેતા શૈલેષ ઉશ્કેરાઈ ગયો અને તેની પાસે રહેલ લોખંડનો અણીદાર ખીલ્લ ો પીઠના ભાગે મારી દીધો. અને બીજો ઘા છાતીના ભાગે મારવા જતા ત્યાં ઉભેલ સંજયભાઈના સંબંધીઓ શૈલેષને પકડી રાખી વધુ મારથી બચાવ્યા હતાં. ઈજાગ્રસ્ત સંજયભાઈ સારવાર માટે સરકારી હોસ્પીટલ આવતા ત્યાં તાલુકા પોલીસે તેમની ફરીયાદ પરથી આરોપી વિદ્ધ તીણ ખીલા વડે હત્પમલાની ફરીયાદ નોંધી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News