ગુજરાતમાં કમ્પલ્સિવ બાયિંગ બેહેવિયર, ખરીદી કરવાની લતની બીમારીના કેસો હવે વધતા જઈ રહ્યા છે. તજજ્ઞોના જણાવ્યા મુજબ, એકલા અમદાવાદમાં જ દર અઠવાડિયે આવા ૩ થી ૪ નવા કેસ જોવા મળે છે, ખાસ કરીને યુવાનો અને મધ્યવયના લોકોમાં. કોરોના પછી આ પ્રકારની લત વધી છે, કારણ કે દરેક વસ્તુ સરળતાથી અને તરત ઉપલબ્ધ છે. ડિસ્કાઉન્ટસ અને બાય નાઉ, પે લેટર જેવી સુવિધાઓ આ આદતને વધુ પ્રોત્સાહન આપે છે. ઘણા લોકો આ સમસ્યાને ઓળખતા નથી. ડોકટરો કહે છે કે દર્દીઓ પોતે ખરીદીની લત વિશે ફરિયાદ કરતા નથી, પરંતુ યારે પરિવાર પર આર્થિક અસર થાય ત્યારે જ સમસ્યા સ્પષ્ટ્ર બને છે. કેટલાક કેસોમાં ખર્ચ ઝડપથી વધી જાય છે, જેમ કે એક યુવકે અડધા કલાકમાં રૂા.૧.૨૫ લાખ ખર્ચી નાખ્યા.આ વર્તન મગજના રિવોર્ડ સિસ્ટમ સાથે જોડાયેલું છે, જેમાં સેરોટોનિન અને ડોપામિનનું અસંતુલન વ્યકિતને વારંવાર એ જ આનદં મેળવવા પ્રેરિત કરે છે. સારવારમાં કાઉન્સેલિંગ, દવાઓ અને ખાસ કરીને કોિટિવ બેહેવિયરલ થેરાપીનો સમાવેશ થાય છે, જેમાં પરિવારની મદદ પણ મહત્વપૂર્ણ બને છે. અમદાવાદ શહેરના ૪૦ વર્ષીય એક વ્યકિત માટે રિટેલ થેરાપી અંતે કિલનિકલ સારવાર સુધી પહોંચી ગઈ. શઆતમાં સામાન્ય આનલાઇન ખરીદી તરીકે શરૂ થયેલી આ આદત ધીમે ધીમે એવી મજબૂત લત બની ગઈ કે તે તેને રોકી શકતો નહોતો. ઘર સુધી સતત આવતી ડિલિવરીઓ એ પહેલી નિશાની હતી કે કંઈક ગડબડ છે. તે રૂા.૫૦૦ની પેન કે રૂા.૯૦,૦૦૦નો મોબાઇલ ફોન જેવી વસ્તુઓ ખરીદતોજેનાં તેને ખાસ ઉપયોગ કે જરૂરિયાત નહોતી. ખરીદીમાં આનદં મળતો, માલિકીથી નહીં. છેલ્લા છ મહિનામાં તેની આનલાઇન ખરીદીનો ખર્ચ રૂા.૫,૦૦૦થી વધીને રૂા.૨૫,૦૦૦થી વધુ થયો. તે કોઈ જરિયાતથી નહીં, પરંતુ તાત્કાલિક ખુશી મેળવવા માટે ખરીદી કરતો. સિવિલ હોસ્પિટલના માનસિક તજજ્ઞ ડો. ચિંતન પંચાલ મુજબ, તે એપ ખોલે, કોઈ વસ્તુ જુએ અને તરત ખરીદવાની તીવ્ર ઇચ્છા થાય. ખરીદી પછી મળતી રાહત એ મુખ્ય કારણ હતું.આ વ્યકિત ઘણા વર્ષેાથી ઓબ્સેસિવ–કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઓસીડી) માટે સારવાર લઈ રહ્યો હતો. પરંતુ ડોકટરોએ નિર્ધારણ કયુ કે આ વર્તન ઓસીડીનો ભાગ નહીં પરંતુ કમ્પલ્સિવ બાયિંગ બેહેવિયર (સીબીબી) છે. સામાન્ય દવાઓ અસરકારક સાબિત ન થતાં, ડોકટરોએ સારવારનો અભિગમ બદલીને પીકેસી ઇનહિબિટર દવા અપનાવી. થોડા સમયમાં તેની ખરીદીની ટેવમાં નોંધપાત્ર ફેરફાર આવ્યોખરીદી ઓછી થઈ, વધુ વિચારપૂર્વક નિર્ણય લેવાયો અને અંદરનો તણાવ ઘટો.