ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 ધારાસભ્યોને મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસસી અને 4 એસટીનો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા મંત્રી બન્યા છે.
જ્ઞાતિવાઈઝ નવા મંત્રીઓની સંખ્યા
કડવા પાટીદાર-3
લેઉવા પાટીદાર-4
બ્રાહ્મણ-3
ક્ષત્રિય રાજપૂત-1.
અન્ય સર્વણ-2.
ક્ષત્રિય -OBC-8
આદિવાસી-4
SC-2
શપથવિધિ સમારોહમાં સાધુ-સંતો હાજર
શપથવિધિ સમારોહમાં સાધુ-સંતો પણ હાજર રહેશે. જગન્નાથ મંદિરના મહંત અને મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છના નવ મંત્રીઓનો સમાવેશ
1. કાંતિભાઈ અમૃતિયા
2. ત્રિકમ છાંગા
3. કુંવરજીભાઈ બાવણીયા.
4. પરસોતમ સોલંકી.
5. જીતુભાઈ વાઘાણી.
6. રિવાબા જાડેજા.
7. અર્જુનભાઈ મોઢવાડિયા.
8. કૌશિકભાઈ વેકરીયા.
9. પ્રદ્યુમન વાજા
દક્ષિણ ગુજરાતના મંત્રીઓ
1.ઈશ્વર સિંહ પટેલ.
2.ડો.જયરામ ગામિત.
3.નરેશ પટેલ
મધ્ય ગુજરાતના નવા મંત્રીઓની યાદી.
1.રમણભાઈ સોલંકી.
2.કમલેશ પટેલ.
3.સંજયસિહ મહીડા.
4. રમેશ કટારા.
5.મનીષા વકીલ.
