રાજકોટ મહાપાલિકાએ તાજેતરમાં ટીપી પ્લોટ્સના વેંચાણ માટે ઇ ઓકશન યોજી હતી દરમિયાન સિનર્જી એચસીજી હોસ્પિટલ નજીકના પ્લોટ મામલે મહાપાલિકાને લીગલ નોટિસ મળતા ઇ-ઓકશનની તારીખ બદલાઈ હતી ત્યારબાદ ઇ-ઓકશન યોજાઇ હતી જેમાં અમિન માર્ગ કોર્નરનો પ્લોટ રૂ.૧૦૬ કરોડમાં વેંચાયો હતો. દરમિયાન અગાઉ મળેલી લીગલ નોટીસમાં હરાજી રદ કરવા માંગ કરાઇ હોય અમિન માર્ગ પ્લોટની થયેલી ઇ-ઓક્શન મામલે રાજકોટ મહાપાલિકા દ્વારા કેવિએટ દાખલ કરાઇ હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા નાનામવા ટીપી સ્કિમ નં.૩નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૨૦૪ જે અમિન માર્ગ અને ૧૫૦ ફૂટ રિંગ રોડ કોર્નર ઉપરનો કુલ ૪૬૬૯ ચોરસ મીટર ક્ષેત્રફળનો પ્લોટ છે, આ પ્લોટ ઇ-ઓક્શનથી વેંચાણ અર્થે મૂકવામાં આવ્યો હતો, અને તેની અપસેટ પ્રાઈસ પ્રતિ ચોરસ મીટર દીઠ રૂ.બે લાખ રાખવામાં આવી હતી તેમજ ઇએમડી ૯૩.૮૩ લાખ હતી. આ પ્લોટ ખરીદવા માટે ચાર બિલ્ડરોએ ખરીદદાર તરીકે ઇ ઓક્શનમાં ભાગ લીધો હતો જેમાં પ્રાઇડ કન્સ્ટ્રક્શને પ્રતિ ચો.મી. દીઠ રૂ.બે લાખની અપસેટ પ્રાઇસ સામે રૂ.૨,૨૭,૬૦૦ની હાઇએસ્ટ ઓફર આપી કુલ રૂ.૧૦૬ કરોડ, ૨૬ લાખ, ૬૪ હજાર ૪૦૦માં આ પ્લોટ ખરીદ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application