એનડીએએ ૨૦૮ બેઠક સાથે જીત મેળવી: જયારે માત્ર ૩૧ બેઠક સાથે મહાગઠબંધનના સુપડા સાફ: પ્રશાંત કિશોર એક બેઠક મેળવી શક્યા નહિ: મોદી-નીતીશ જોડી બિહારમાં વસંત લાવી
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ શાનદાર પ્રદર્શન કર્યું છે. એનડીએ હવે સ્પષ્ટ અને પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી લીધી છે. એનડીએએ ૨૦૫ બેઠક સાથે જીત મેળવી છે જયારે માત્ર ૩૧ બેઠક સાથે મહાગઠબંધનના સુપડા સાફ થઇ ચુક્યા છે. પ્રશાંત કિશોર એક બેઠક મેળવી શક્યા નહિ. આ સફળતા માત્ર નીતિશ કુમારની યોજનાઓથી જ નહીં પરંતુ ભાજપની સુનિયોજિત રણનીતિથી પણ પ્રેરિત છે. મોદી-નીતીશ જોડીએ એક એવું વાતાવરણ બનાવ્યું છે જેણે એનડીએના જૂના વસંતને પાછું લાવ્યું છે.
બિહારમાં ફરી એકવાર રસપ્રદ સ્થિતિ જોવા મળી શકે છે. જ્યારે ભાજપ આ વખતે એનડીએમાં સૌથી વધુ સીટ જીતી રહ્યો છે ત્યારે તે મુખ્યમંત્રી પદ માટે દાવો કરી શકે તેવી સ્થિતિમાં છે. આ દરમિયાન ચૂંટણીના ફાઈનલ પરિણામ અગાઉ જ નીતિશ કુમારની જેડીયુએ એક એવી પોસ્ટ કરી કે જેના લીધે વિવાદ થયો છે. જેડીયુએ પછીથી આ પોસ્ટ ડીલિટ કરી હતી. તેમાં લખેલું હતું કે ન ભૂતો ન ભવિષ્યતિ, નીતિશ કુમાર બિહાર કે મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે.
જો કે, આ વલણો વચ્ચે, એક નામ જે ઝડપથી ઉભરી રહ્યું છે તે છે ધર્મેન્દ્ર પ્રધાન. ભાજપના આ મુખ્ય ચૂંટણી રણનીતિકારે બિહારમાં પાર્ટીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. તેમને સપ્ટેમ્બરમાં બિહારના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
બિહાર ચૂંટણી પરિણામો પછી, રોબર્ટ વાડ્રાએ ચૂંટણી પંચ વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. મુંબઈની મુલાકાતે આવેલા વાડ્રાએ કહ્યું કે લોકો ચૂંટણી પંચથી નાખુશ છે અને તેના પરનો વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે તેઓ તેમના પરિવારની પરિસ્થિતિ અને જનતાની ભાવના બંનેને સમજે છે. વાડ્રાએ કહ્યું, અમે લોકોની વચ્ચે રહીશું, તેમની સમસ્યાઓ સાંભળીશું અને તેમને ઉકેલીશું. નવી બિહાર સરકાર પર ટિપ્પણી કરતા, તેમણે કહ્યું કે જે પણ સરકાર રચાય છે તેની જવાબદારી લોકોની સમસ્યાઓ દૂર કરવાની અને તેમના હિતમાં નિર્ણયો લેવાની હોય છે.
જેડીયુ કાર્યાલયની બહાર ઉજવણીનો માહોલ: લાડુ વહેંચવામાં આવ્યા
બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણના પ્રચંડ વિજય બાદ, જનતા દળ (યુનાઇટેડ) ના સમર્થકોએ પટણામાં પક્ષ કાર્યાલયની બહાર ઉજવણી કરી. જેડીયુ કાર્યકર્તાઓએ મીઠાઈઓની આપ-લે કરી અને આ ક્ષણનો આનંદ માણ્યો. પક્ષના નેતા છોટુ સિંહે મુખ્યમંત્રી નીતિશ કુમારને અભિનંદન આપતા કહ્યું કે તેઓ પક્ષ કાર્યાલયમાં હોળી અને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.