રાજકોટમાં સ્ટેટ જીએસટી કચેરી આવેલી હોવા છતાં વિભાગના અધિકારીઓના નાક નીચે એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલી ઉમિયા મોબાઈલ, મેહુલ મોબાઈલ, જેનીસ મોબાઇલ, ઓપો સ્ટોર સહિત ડઝનેક જેટલી પ્રસિદ્ધ મોબાઈલ શોપ પર સેન્ટ્રલ જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં પ્રાથમિક તપાસના અંતે અધિકારીઓની ટીમને બહોળા પ્રમાણમાં ડિજિટલ ડેટા હાથ લાગ્યો છે. જેની તપાસ પાદ લાખો રૂપિયાની કરચોરી ઝડપી પાડવામાં અધિકારીઓને સફળતા મળી છે. હાલ અધિકારીઓની ટીમ દ્વારા જપ્ત કરેલા ડેટામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેની વચ્ચે સ્ટેટ જીએસટી વિભાગની કાર્યવાહી સામે સવાલ ઉઠી રહ્યા છે. આ મામલે 'આજકાલ' દ્વારા સેન્ટ્રલ જીએસટી જોઈન્ટ કમિશનર તથા એન્ફોર્સમેન્ટ વિભાગના ડેપ્યુટી કમિશનરને પૂછવામાં આવતા તેમણે આપેલા જવાબ પરથી સવાલ યથાવત રહે છે કે આવા દરોડામાં ફરિયાદ રાજકોટ વિભાગના બદલે અમદાવાદ સુધી કેમ પહોંચે છે ?
આ દરોડા અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે બિલ વગરના મોબાઈલ નું વેચાણ થતું હોવાની બાતમીના આધારે સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓની ટીમ વિવિધ મોબાઇલ સ્ટોર પર ઓચિંતા ત્રાટકી હતી. તેમજ એક ડઝન કરતાં વધુ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા હતા. બે દિવસ સુધી દરોડાનો દોર ચાલુ રહેતા અન્ય મોબાઇલ સ્ટોરના સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કારણકે એસ્ટ્રોન ચોક વિસ્તારમાં અસંખ્ય મોબાઈલ સ્ટોર આવેલા છે. અહીં બિલ વગરના મોબાઈલનું વેચાણ થતું હોવાની ફરિયાદ અમદાવાદ સુધી પહોંચી હતી. જેના પગલે સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા લાખો રૂપિયાની જીએસટી ચોરી, બોગસ ઇનપુટ એક્સ ક્રેડિટ ક્લેમ સહિત અનેકવિધ પાસાઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે બિલ વગરના મોબાઇલ વેચાણ થતા હોવાનું બહાર આવ્યું છે. પરંતુ, હાલ સીજીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા ડિજિટલ તથા ફિઝિકલ ડેટા એકત્ર કરી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને પૂર્ણ કરવા માટે સીજીએસટી વિભાગના અધિકારીઓ એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સ્ટેટ જીએસટી વિભાગની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગી રહી છે. સ્ટેટ જીએસટીના જોઈન્ટ કમિશનર રાજકોટમાં બેસતા હોવા છતાં વધુ એક વખત સેન્ટ્રલ જીએસટી વિભાગે કરચોરી ઝડપી પાડતા સ્ટેટસ જીએસટી વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
સ્ટેચ્યુએસટી વિભાગના અધિકારીઓએ ઈનપુટ એક્સપ્રેડિટ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી. જેમાં કેટલાક વેપારીઓ દ્વારા ઇનપુટ ટેસ્ટ ક્રેડિટ નિયમ મુજબ દર્શાવવામાં આવી ન હતી. તો કેટલાક વેપારીઓ દ્વારા ઉપલબ્ધ સ્ટોકની ગણતરીમાં ગોલમાલ દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ ખરીદ વેચાણના બિલ, ટોક રજીસ્ટર તેમજ જીએસટી રિટર્ન સહિતની ચકાસણી હાથ ધરી હતી. સેન્ટ્રલ જીએસટી વિભાગની ઊંડાણપૂર્વકની તપાસના કારણે શહેરભરના મોબાઈલના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ કાર્યવાહી અંગે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી શકે તેમ છે. ત્યારે તપાસ કાર્યવાહી પૂર્ણ થયા બાદ કરોડોની કરચોરીનો આંકડો સામે આવે તેવી આશંકા સુત્રોએ દર્શાવી છે.
સેન્ટ્રલ જીએસટીને સમાન સત્તા: ક્રિપાલસિંહ ગોહિલ
મોબાઈલની દુકાનો પર સેન્ટ્રલ જીએસટીની કાર્યવાહી અંગે સ્ટેજ જીએસટી જોઈન્ટ કમિશનર ક્રિપાલસિંહ ગોહિલને પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે આ રીતે બિલ વગરના માલનું વેચાણ થતું હોય ત્યારે સ્ટેટ જીએસટીની સમાંતર સેન્ટ્રલ જીએસટીને સત્તા આપવામાં આવેલી છે. આ માટે તેઓ જ્યારે દરોડા પાડે છે ત્યારે અમને જાણ કરતા નથી. અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા નિયમિત રીતે
એનફોર્સમેન્ટ મોબાઈલ સ્કવોર્ડ, સિસ્ટમ બેઝ કાર્યવાહી, નિયમિત આકારણી, રીટર્નની સ્ક્રૂટિની, ઓડિટ તથા સ્પોર્ટ વેરિફિકેશન સહિતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જિલ્લા સેવાસદન-3માં બેસતા એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા નિયમિત રીતે ઇ-વે બિલની કાર્યવાહી થતી હોય છે. જામનગર અને ભાવનગરના દરોડામાં પણ રાજકોટ વિભાગની ભાગીદારી હતી.