આજકાલ દ્વારા આયોજિત વુમન્સ પાવર એવોર્ડમાં આજકાલ સાંધ્ય દૈનિકના ચીફ ઇન એડિટર ચંદ્રેશભાઈ જેઠાણીએ જણાવ્યું હતું કે, અમે દર વર્ષે નવું કરવા માટે ટેવાયેલા છીએ. જેમ કે દર વર્ષ નવા વક્તાઓને અમે આમંત્રિત કરીએ છીએ. આ વર્ષે દેવકીજી વુમન પાવર એવોર્ડમાં પહેલી વખત આવ્યા છે. આ પહેલા પણ અનેક વક્તાઓને આપણે બોલાવી ચૂક્યા છીએ. ઘણી વખત એવું લાગે કે અમદાવાદના વક્તા હોય તો તેમની ચાહના કેટલી હશે? રાજકોટમાં કેટલા લોકો તેમને ફોલો કરતા હશે? શરૂઆતમાં અમે લોકોએ રજિસ્ટ્રેશનથી ચાલુ કર્યું તો અમારા દિલની ધડકનો તેજ થઈ ગઈ હતી. કારણ કે, શરૂઆતમાં 25 જ રજિસ્ટ્રેશન હતા. પરંતુ કાર્યક્રમના આગલા દિવસે સાંજે અમારે રજિસ્ટ્રેશન બંધ કરવું પડ્યું હતું. કારણ કે, રજિસ્ટ્રેશન ફૂલ થઈ ગયું હતું, આ છે દેવકીની લોકોમાં ચાહના અને આજકાલ પર લોકોનો વિશ્વાસ.
ચંદ્રેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની મહિલાઓ અને ખાસ કરીને રાજકોટની મહિલાઓ હંમેશા આજકાલ દ્વારા મહિલાઓનું સન્માન કરવું એ છેલ્લા છ વર્ષથી પરંપરાગત રીતે અમે લોકો કરતા આવીએ છીએ. આજકાલની ટીમે છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી. એક એક ડાયમંડ મહિલાઓ છે જે મોરબીથી હોય, અમેરલીથી હોય, ધોરાજીથી હોય, ગાંધીનગરથી હોય કે પછી જામનગરથી હોય ત્યાંથી શોધી પોતાના ક્ષેત્રમાં જેમણે ખૂબ જ સારૂ કામ કરેલું હોય તેમની પસંદગી આજકાલ દ્વારા કરવામાં આવી છે.
ચંદ્રેશભાઈએ આગળ ઉમેર્યું હતું કે, મને કહેતા ગૌરવ થાય છે કે, આજથી ચાર વર્ષ પહેલા જ્યારે કલેક્ટર અમારા મહેમાન બન્યા હતા અને તેમણે જ્યારે બધી કેટેગરી જોઈ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આજકાલ દ્વારા 20 એવોર્ડી હતા તેમાં તેઓએ 18 એવોર્ડીને રિપીટ કરી તેઓએ તેમનું સન્માન કર્યું હતું. કારણ કે તેમનું કહેવું હતું આજકાલે કર્યું છે એ જોતા અમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. આજકાલ દ્વારા રિસર્ચ અને એનાલિસિસ કરી જેને કહેવાય કે એકદમ જસ્ટીફાય કરી એવોર્ડ આપવામાં આવે છે. દર વર્ષે આનાથી વધુ શું વિશેષ કરીએ તેવો અમારો પ્રયાસ રહેશે.