BREAKING NEWS

જામનગર : કો.કો.બેન્કના સભાસદના વારસદારને ચેક અર્પણ

  • December 04, 2025 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ધી જાનગર ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક લી., તરફથી કે.સી.સી. ધિરાણ લેતા સભ્ય મંડળીઓના ખેડુત સભ્યોના ૭૦ વર્ષ સુધીની ઉમરના ૩૮૮૨૨ સભ્યોની વીમા પોલીસી ધી ન્યુ ઇન્ડીયા એસ્યોરન્સ કંપની લી. માં કોઇ સભ્યનું અકુદરતી અકસ્માતે મૃત્યુ થવા અંગે વીમો ઉતરાવેલ છે.


આ અંગત અકસ્માત વીમા યોજના અંગે ધી ન્યુ ઇન્ડીયા એસ્યોરન્સ કંપની તરફથી મંજુર થતા નવાગામ સેવા સહકારી મંડળી લી.,ના સભ્ય સ્વ. આશિષભાઇ વિઠ્ઠલભાઇ અકબરીનું અકસ્માતને મૃત્યુ થતાં આ વીમા યોજના એઠળ રૂ. ૫,૦૦,૦૦૦ નો ચેક સ્વર્થસ્થના વારસદાર ચેતનાબેન આશિષભાઇ અકબરીને બેંકના ચેરમેન જીતુભાઇ લાલ, વાઇસ ચેરમેન બળદેવસિંહભાઇ જાડેજા, ડીરેકટર રાજેશભાઇ બી. વાદી, કાલાવડ માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન મુકુંદભાઇ સાવલીયા મારફત સુપ્રત કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application