સિંધી સમાજના ચેટીચંડ મહોત્સવની ઉજવણી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરાયું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શોભાયાત્રા, ભહેરાણા સાહેબ, મહા આરતી, ભજન, સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાશે.
સિંધી સમાજના નવ વર્ષ એટલે ચેટીચંડ (ચૈત્ર બીજ) ની તા.૩૦-૦૩ને રવિવારે ભાવનગર સહિત સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભાવનગરમાં સિંધી સમાજ દ્વારા વેલકમ ચેટીચંડ "લાલ જો મલંગ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જે નિમિત્તે શહેરા વાળા લાલ સાંઈ, દુ:ખ ભંજની દેવમાં, ભાઈ સાહેબ દીપકકુમાર સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
જેમાં આજે શુક્રવારે સાંજે ૬ કલાકે શહેરા વાળા લાલસાંઈ ની વિશેષ ઉપસ્થિતિમાં ૧૧ ભહેરાણા સાહેબની શોભા યાત્રા સંત સેવારામ મંદિરથી નીકળીને સમગ્ર સિંધુનગરમાં ફરીને ઝુલેલાલ મંદિર સિંધુનગર ખાતે પૂર્ણ કરવામાં આવશે.
માધવ દર્શન પાસે આવેલ ઝુલેલાલ ચોક ખાતે ૯:૩૦ કલાકે મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં શહેરા વાળા લાલસાંઈ, દુ:ખ ભંજની દેવુમાં તેમજ ભાઈ સાહેબ દીપકકુમાર સહિતના સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમજ રાત્રે ૯ કલાકે સંત પ્રભારામ જલ આશ્રમ, રૂપમ ચોક ખાતે "લાલ જો મલંગ" ભજન સત્સંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરા વાળા લાલસાંઈ તેમજ થલી વાળા સાંઈ શંકરલાલની ઉપસ્થિતિમાં ભવ્ય ભજન સત્સંગનું આયોજન કરવામાં આવેલ છે. સિંધી સમાજને તમામ કાર્યક્રમોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMonsoon Update: ચોમાસું વહેલું કેમ આવ્યું? સમજો ચોમાસાનું આખુ સાયન્સ
May 25, 2025 08:43 PMપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech