BREAKING NEWS

જામનગરમાં મુખ્યમંત્રીએ રૂ.૬૨૨.૫૨ કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુર્હુત કર્યુ

  • November 24, 2025 01:07 PM 


જામનગરમાં સોમવારે મુખ્યમંત્રી દ્વારા રૂ. ૬૨૨.૫૨ કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જામનગરમાં નિમિત સૌષ્ટ્રનો સૌથી મોટો ફાયર ઓવર બ્રિજ ખુલ્લો મુકયો હતો. સાથે સાથે રૂ. ૪૮૭.૬૨ કરોડના ૧૫ કામનું લોકાર્પણ અને રૂ. ૧૩૪.૦૯ કરોડના ૫૪ કામનું ખાતમુહુર્ત કર્યુ હતું. 



જામનગરમાં આજે જુદા-જુદા કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે મુખ્યમંત્રીનું આગમન થયું હતું. એરપોર્ટ પર મુખ્યમંત્રીનું અધિકારીઓ અને રાજકીય આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુખ્યમંીએ જામનગરમાં સાતરસ્તાથી સુભાષબ્રિજ સુધી બનેલા સૌષ્ટ્રના સૌથી મોટા ફાયર ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યુ હતું અને ત્યાર બાદ ધન્વતંરી ઓડીટોરીયમમાં યોજાયેલા કાર્યક્રમમાં જુદા-જુદા કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતું. 



જેમાં મહાપાલીકા હસ્તકના ૪૧૭.૩૩ કરોડના લોકાર્પણ અને ૩૩.૮૯ કરોડનું એક કામ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાયા હતાં. જયારે અન્ય વિભાગ દ્વારા ૧૦૧.૦૧  કરોડના ૫૩ કામોના ખાતમુર્હુત રૂ.૭૦.૨૯ કરોડના ૮ કામોના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ કુલ ખાતમુર્હુત અને લોકાર્પણના ૬૯ કામોનો સમાવેશ થાય છે. 



ત્યારબાદ ૩૩.૮૯ કરોડના કામોનું પણ ખાતમુર્હુત કર્યુ હતું. એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર દ્વારા રૂ.૫૪.૯૪ કરોડનું એક કામનું લોકાર્પણ કર્યુ હતું. જયારે નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત દ્વારા રૂ.૧૫.૬૩ કરોડના ૧૩ કામોનું ખાતમુર્હુત, માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા રૂ.૬૪.૦૩ કરોડના ૩૪ કામો તથા જયારે પોલીસ વિભાગ દ્વારા રૂ.૨૦.૩૬ કરોડના એક કામનું ખાતુમુર્હુત પણ કર્યુ  હતું જયારે જિલ્લા વિકાસ ગ્રામ એજન્સીનું એક કામનું ખાતમુર્હુત અને ૪ કામનું લોકાર્પણ થશે, કુલ ૨.૯૪ કરોડના કામોનું લોકાર્પણ  પણ કર્યુ હતું. 



આ ઉપરાંત જામનગર જિલ્લા સિંચાઇ પંચાયત દ્વારા બે કામનું લોકાર્પણ અને આયોજન કચેરી દ્વારા ૪ કામનું ખાતુમુર્હુત અને ૫ કામનું ૧૪ લાખના ખર્ચવાળા કામોનું લોકાર્પણ કરાયું હતું. આમ કુલ ખાતમુર્હુતના ૫૪ કામો, લોકાર્પણના ૧૫ કામો થઇ કુલ રૂ.૬૨૨.૫૨ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયું હતું. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application