BREAKING NEWS

તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા ત્યાં જ કરો...CM ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં એક દીકરીના લગ્ન માટે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું

  • November 23, 2025 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં આજે પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉન હોલ ખાતે નક્કી થયા છે. પરિવારમાં રૂડો અવસર હોય પરિવારે તમામ વિધિઓ માટે તૈયારીઓ પૂરી કરી દીધી હતી. ત્યારે જ પરિવારને સમાચાર મળ્યા કે, આવતીકાલે સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર પધારવાના છે અને તેમનો કાર્યક્રમ ટાઉનહોલમાં છે. આથી પરિવારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે મુખ્યમંત્રીએ પરિવારને ફોન કરી કહ્યું કે, દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા. કાર્યક્રમનું સ્થળ બદલી નાંખ્યું છે. 


મુખ્યમંત્રીના આદેશના પગલે કાર્યક્રમનું સ્થળ બદલાયું

મળતી માહિતી મુજબસ જામનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ નિર્ધારિત થયો હતો. આ કાર્યક્રમ સંજના પરમારના લગ્નના માત્ર એક દિવસ પછી હોવાથી આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી. જેથી મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં પગલે લગ્નવિધિમાં અવરોધ ઉભા થવાની શક્યતા ઉભી થઈ. પરિણામે, પરમાર પરિવારની ચિંતા વધી. પરિવારે આ મુદ્દે મુખ્યમંત્રી સુધી પોતાની વાત પહોંચાડવા પ્રયાસ કર્યો. વાત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી. વાત સાંભળી મુખ્યમંત્રીએ તરત કહ્યું, "આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા."મુખ્યમંત્રીના આદેશના પગલે કાર્યક્રમનું સ્થળ બદલાયું.


તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા ત્યાં ટાઉનહોલ ખાતે જ ક

આ ઘટનાક્રમમાં અંગે વાત કરતાં સંજના પરમારના કાકા બ્રિજેશ પરમાર કહે છે. મુખ્યમંત્રીને અમારા લગ્ન પ્રસંગની જાણ થતાં જ તેમણે અમારી સાથે વાતચીત કરી અને હૈયાધારણ આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે, "તમે જરાપણ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા ત્યાં ટાઉનહોલ ખાતે જ કરો. અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું. આમ, મુખ્યમંત્રીની આ સંવેદનાથી પરમાર પરિવારની ચિંતા દૂર થઈ.


મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા

બ્રિજેશ પરમાર મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા કહે છે, લગ્નગાળાની સીઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું. મહેમાનોને જાણ કરવી. નવી વ્યવસ્થાઓ ઊભી કરવી. આ બધુ અમારા માટે અઘરું હતું. પણ આભાર મુખ્યમંત્રીનો, જેમણે અમારો પ્રસંગ શાંતિ અને સુખરૂપ યોજાય તે માટે તેમણે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યું. મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા."આ ઘટના દર્શાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તો છે જ, પણ સાથે 'ઉત્તમ માણસ' છે. તેઓ જનતાની નાની મુશ્કેલીઓ માટે પણ તે સદા સંવેદશીલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application