BREAKING NEWS

વિજયભાઈનું સમગ્ર જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવાને સમર્પિત હતુંઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

  • August 02, 2026 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં પુજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ દીક્ષા ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસને નવી ઊંચાઈ આપનારા અને રાજકોટના પનોતા પુત્ર સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના આજે જન્મદિવસે તેમની દિવ્ય ચેતનાને વંદન કરૂ છું. વિજયભાઈનું સમગ્ર જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવાને સમર્પિત હતું. તેમને રાજસત્તાને પ્રાપ્ત કરવાનું સાધન નહીં પણ સમાજ સેવાનું માધ્યમ બનાવ્યું હતું. સૌને સાથે રાખીને ચાલતા હતા


વધુમાં જણાવ્યું હતું કે, વિજયભાઈને પક્ષ પ્રત્યેની તેમની અડગ નિષ્ઠા હતી. વિજયભાઈ અને અંજલીબેને પોતાના સ્વર્ગસ્થ પુત્ર પુજીતના નામે સેવા શરૂ કરી છે તે શ્રેષ્ઠ છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનપ્રબોઝિની યોજના પ્રેરણાદાયક પહેલ છે. સંસ્કારસભર શિક્ષણ આપે છે. હાલ ડ્રોપ આઉટ રેશિયો ઘટીને એક ટકાએ થયો છે. બાળપણમાં યોગ્ય સંસ્કાર અને શિક્ષણ મળે તો સારા નાગરિક બને તેવો પ્રયાસ જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ કરી રહ્યો છે. 


વધુમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટની સંજીવની યોજના થકી જરૂરિયાતમંદ લોકોને આરોગ્યની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. 

ભૂપેન્દ્ર પટેલનું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉષ્માભર્યું 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે આવ્યા છે. મુખ્યમંત્રી હવાઈ માર્ગે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પધાર્યા ત્યારે તેઓનું ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે એરપોર્ટ પર મંત્રી ત્રિકમભાઈ છાંગા, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, ડી.આઈ.જી. નિર્લિપ્ત રાય, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, ડેપ્યુટી કમાન્ડન્ટ કદમ રૂપેશ મધુકર સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application