જામનગર : શહેરના વિકાસ કાર્યો માટે જામ્યુકોને મુખ્યમંત્રીએ આપ્યો રૂ.૮૫ કરોડનો ચેક
જામનગર : શહેરના વિકાસ કાર્યો માટે જામ્યુકોને મુખ્યમંત્રીએ આપ્યો રૂ.૮૫ કરોડનો ચેક
December 18, 2025 12:53 PM
જામનગર શહેરના વિવિધ વિકાસકાર્યો કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે વિકાસના કામો ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. બુધવારે બપોરે ૩ વાગ્યે ઓડા ઓડીટોરીયમ હોલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે આઠેય મહાપાલીકાઓ વચ્ચે રૂા.૨,૮૦૦ કરોડની રકમના અલગ-અલગ ચેક અર્પણ સમારોહ યોજવામાં આવ્યો છે.
જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજયમંત્રી દર્શનાબેન વાઘેલા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. જામનગર મહાનગરપાલીકાને ગઈકાલે બુધવારે રૂ. ૮૫ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો. જેમાં મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશીષ જોશી, કમીશ્નર ડી.એન.મોદી અને દંડક કેતન નાખવા સહિત હાજર રહ્યા હતાં.