BREAKING NEWS

જૂનાગઢ મહાશિવરાત્રી મેળો અંતિમ ચરણમાં, મુખ્યમંત્રીએ ભવનાથ મંદિરે દર્શન કર્યા, વિવિધ અખાડાઓના સાધુ-સંતો સાથે મુલાકાત કરી

  • February 15, 2026 06:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને ભવનાથ મંદિરે પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધુણાના દર્શન‌ અને મૃગીકુંડ ખાતે નમન કર્યા હતા.મુખ્યમંત્રીએ ભવનાથ મંદિર પરિસરમા ભાવિકો સાથે વાતચીત કરી હતી.ભવનાથ મંદિર સત્સંગ હોલ ખાતે મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ,  હરિહરાનંદ બાપુ, મહેશગીરીબાપુ,  મહેન્દ્રાનંદગીરીબાપુ,  સંપૂર્ણાનંદજી બાપુ, રાજેન્દ્રદાસ બાપુ, ભારદ્વાજગીરી બાપુ,  બુદ્ધગીરી બાપુ, સોમનાથજી બાપુ સહિતના સાધુ સંતોનુ  ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું.

જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ મુખ્યમંત્રી અને ‌ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયાનુ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.અને ભવનાથ મંદિર ખાતે મુખ્યમંત્રીનુ મેયર ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડે. મેયર  આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ  ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા  મનનભાઈ અભાણી, દંડક  કલ્પેશભાઈ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ  ગૌરવભાઈ રૂપારેલીયા,  ધવલભાઈ દવે, પુનિતભાઈ શર્મા, સહિતના પદાધિકારી અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application