જીવાપર પ્રાથમિક શાળામાં બાળકોને ગ્લોબલ વોર્મિંગ અંગે માહિતગાર કરાયા
જીવાપર પ્રાથમિક શાળામાં બાળકોને ગ્લોબલ વોર્મિંગ અંગે માહિતગાર કરાયા
October 07, 2026 09:47 AM
આટકોટ જીવાપર પ્રાથમિક શાળામાં ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે તે અંગે બાળકોને સમજ આપવામાં આવી. વધુ પડતા વૃક્ષોનું નિકંદન, પ્રદૂષણ અને કુદરતી સંસાધનોનો બિનજરૂરી ઉપયોગ તેના મુખ્ય કારણો છે તે સમજાવાયું. પર્યાવરણનું જતન કરવા વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું સંવર્ધન કરવા બાળકોને પ્રેરણા આપવામાં આવી.પાણી અને વીજળીનો બિનજરૂરી બગાડ ન કરવો તથા સ્વચ્છતા જાળવવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વહીલ્સ દ્વારા વિધાર્થી ને સમજ આપવામાં આવી હતી અને વધુ વૃક્ષ વાવેતર કરવા અનુરોધ કર્યો હતો વૃક્ષ નું જતન કરવું જોઈએ વૃક્ષ આપણું જીવઞ છે જો વૃક્ષ નહીં હોય્ તો ઋતુ ઓ અનિયમીત થય જાય છે માટે વૃક્ષ નું જતન કરવા અનુરોધ કર્યો હતો