ચીનના સંશોધકોએ એક નવો બેટ કોરોનાવાયરસ એચકેયુ૫–સીઓવી–૨ શોધી કાઢો છે. તેમાં મનુષ્યોને ચેપ લગાડવાની ક્ષમતા હોય શકે છે. આ વાયરસ કોવિડ–૧૯ ફેલાવતા સાર્સ–સીઓવી –૨ વાયરસમાં રહેલા પ્રોટીનનો ઉપયોગ કરીને કોષોમાં પ્રવેશ કરે છે.
આ નવા વાયરસ પરનો અભ્યાસ સેલ સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થયો છે. આ સંશોધન શી ઝેંગલી અને તેમની ટીમ દ્રારા ગુઆંગઝુ લેબોરેટરીમાં કરવામાં આવ્યું છે. શી ઝેંગલીને 'બેટવુમન' કહેવામાં આવે છે કારણ કે તેમણે ચામાચીડિયાના કોરોનાવાયરસ પર ઘણું સંશોધન કયુ છે.
ચીનમાં ચામાચીડિયામાં એચકેયુ૫–સીઓવી–૨ જોવા મળ્યો છે. સંશોધકોએ જણાવ્યું હતું કે ભલે આ વાયરસ મનુષ્યોને ચેપ લગાડવાની ક્ષમતા દર્શાવે છે પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ્ર નથી કે તે પ્રાણીઓથી માણસોમાં સીધો ફેલાઈ શકે છે કે નહીં. જો કે જંગલમાં સેંકડો કોરોનાવાયરસ હાજર હોવા છતાં તેમાંથી ફકત થોડા જ મનુષ્યોને ચેપ લગાવી શકે છે.
એચકેયુ૫–સીઓવી–૨ ના મૂળ એચકેયુ૫ વાયરસમાં જોવા મળે છે, જે હોંગકોંગમાં જાપાની પાઈપિસ્ટ્રેલ ચામાચીડિયામાં મળી આવ્યો હતો. આ વાયરસ મેર્બેકોવાયરસ પેટાજૂથનો છે, જેમાં મધ્ય પૂર્વમાં રોગચાળો ફેલાવનાર એમઈઆરએસ વાયરસનો પણ સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકોના મતે એચકેયુ૫–સીઓવી–૨ માં પણ 'યુરિન કલીવેજ સાઇટ' ની સમાન સુવિધા છે, જેના કારણે તે એસીઈ૨ પ્રોટીન દ્રારા માનવ કોષોમાં પ્રવેશી શકે છે.
પ્રયોગશાળામાં કરવામાં આવેલા પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે વાયરસ ઉચ્ચ– એસીઈ૨ સ્તરવાળા માનવ કોષોને ચેપ લગાવી શકે છે. ખાસ કરીને આંતરડા અને શ્વસન માર્ગના કોષો. સંશોધકોએ મોનોકલોનલ એન્ટિબોડીઝ અને એન્ટિવાયરલ દવાઓ પણ ઓળખી કાઢી છે જે આ ચામાચીડિયાના વાયરસને અટકાવી શકે છે.
આ સંશોધન ચીનની શી ઝેંગલી અને તેમની ટીમે ગુઆંગઝુ એકેડેમી ઓફ સાયન્સ, વુહાન યુનિવર્સિટી અને વુહાન ઇન્સ્િટટૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકો સાથે મળીને કયુ છે. શી ઝેંગલીને 'બેટવુમન' કહેવામાં આવે છે કારણ કે તેમણે ચામાચીડિયાના કોરોનાવાયરસ પર સૌથી વધુ સંશોધન કયુ છે. તેણે વુહાન ઇન્સ્િટટૂટ ઓફ વાયરોલોજીમાં પણ કામ કયુ છે. અહીંથી જ ૨૦૨૦ માં કોવિડ–૧૯ વાયરસ લીક થવાના આરોપો લાગ્યા હતા.
જોકે, શી ઝેંગલીએ આ દાવાને નકારી કાઢો અને કહ્યું કે કોવિડ–૧૯ વુહાન લેબમાંથી નથી ફેલાયો. આજ સુધી, કોવિડ–૧૯ કયાંથી ઉવ્યો તે અંગે કોઈ નિશ્ચિત સર્વસંમતિ નથી. ચીની સંશોધકોના મતે, એચકેયુ૫–સીઓવી–૨ માનવ કોષોમાં એટલી સરળતાથી નથી પ્રવેશી શકતો જેટલી સરળતાથી સાર્સ–સીઓવી–૨, જે કોવિડ–૧૯ ફેલાવતો વાયરસ છે, તે પ્રવેશી શકે છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે વાયરસ સાર્સ–સીઓવી–૨ની તુલનામાં માનવ એસીઈ૨ પ્રોટીન સાથે ખૂબ ઓછો મજબૂત રીતે જોડાય છે. આનો અર્થ એ થયો કે આ વાયરસ માણસોમાં આટલી ઝડપથી નહીં ફેલાય. તેથી આ વિશે ખૂબ ડરવાની જર નથી.
મિનેસોટા યુનિવર્સિટીના ચેપી રોગના નિષ્ણાત માઈકલ ઓસ્ટરહોલ્મે પણ કહ્યું કે આ સંશોધન અંગે ખૂબ જ હોબાળો થઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે હવે લોકોમાં ૨૦૧૯ ની સરખામણીમાં સાર્સ વાયરસ સામે લડવા માટે વધુ રોગપ્રતિકારક શકિત છે. જેના કારણે આ વાયરસ મહામારી બનવાનું જોખમ ખૂબ ઓછું છે.
તાજેતરમાં, વોશિંગ્ટન યુનિવર્સિટી અને વુહાન યુનિવર્સિટી દ્રારા કરવામાં આવેલા એક અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એચકેયુ૫ વાયરસ ચામાચીડિયા અને કેટલાક સસ્તન પ્રાણીઓના એસીઈ૨ રીસેપ્ટર સાથે જોડાઈ શકે છે પરંતુ માણસો સાથે જોડાવાની તેની ક્ષમતા ખૂબ જ
નબળી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ફક્ત એક રસીથી થઇ શકશે 15 પ્રકારના કેન્સરની સારવાર
May 02, 2025 10:14 AMજેસલમેરમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ
May 02, 2025 10:11 AMબૈસરનના હુમલાખોરો હજુ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે
May 02, 2025 10:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech