સેમ પિત્રોડાના આ નિવેદન પર શાસક ભાજપે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ભાજપે કોંગ્રેસને ચીનની તરફેણમાં ગણાવી છે. સેમ પિત્રોડાને વિવાદ સાથે જૂનો સંબંધ છે. તેમણે કહ્યું છે કે ચીન પ્રત્યે ભારતનો અભિગમ સંઘર્ષાત્મક રહ્યો છે અને માનસિકતા બદલવાની જરૂર છે.
સેમ પિત્રોડાને એક મુલાકાતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના ખતરાઓને નિયંત્રિત કરી શકશે? ત્યારે તેમણે જણાવ્યું કે હું ચીનથી આપણને ખતરો છે એ વાત સમજી શકતો નથી. મને લાગે છે કે આ મુદ્દાને ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ રીતે ઉછાળવામાં આવે છે કારણ કે અમેરિકા દુશ્મનને વ્યાખ્યાયિત કરવાનું વલણ ધરાવે છે. મારું માનવું છે કે હવે સમય આવી ગયો છે કે બધા દેશોએ સહકાર આપવો જોઈએ, એકબીજા સાથે ટકરાવું ન જોઈએ.
સેમ પિત્રોડાના નિવેદનનો વિરોધ કરતા ભાજપે કહ્યું કે ચીન પ્રત્યે કોંગ્રેસનો જુસ્સો 2008માં કોંગ્રેસ અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે થયેલા સમજૂતી કરારમાં મૂળ ધરાવે છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તુહિન સિંહાએ કહ્યુ કે જેમણે આપણી 40,000 ચોરસ કિલોમીટર જમીન ચીનને સોંપી દીધી છે તેમને હજુ પણ ડ્રેગનથી કોઈ ખતરો દેખાતો નથી. કોઈ આશ્ચર્ય નથી કે રાહુલ ગાંધી ચીનથી ડરી ગયા છે અને આઈએમઈઈસીની જાહેરાતના એક દિવસ પહેલા બીઆરઆઈની હિમાયત કરી રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના ચીન પ્રત્યેના ઝનૂની આકર્ષણનું મૂળ 2008 ના કોંગ્રેસ-સીસીપી એમઓયુમાં રહેલું છે.
સેમ પિત્રોડાના અત્યાર સુધી આ નિવેદનો વિવાદનું કારણ બન્યા છે. 1. જેમાં તેમણે વારસા કર (મિલકતનું વિભાજન) ની તરફેણ કરી હતી. 2. રામ મંદિર પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. 3. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો પર તેમણે કહ્યું- 'થઈ ગયું એ થઇ ગયું' 4. બાલાકોટ એર સ્ટ્રાઈક પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. 5. બંધારણ બનાવવામાં નેહરુના યોગદાનને વધુ મહત્વપૂર્ણ ગણાવાયું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech