બિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા

  • May 02, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના યુનિવર્સિટી રોડ પર રોયલ પાર્કના પોશ વિસ્તારમાં રહેતા બિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવી લુંટ ચલાવનાર ઘરઘાટી નેપાળી દંપતીને અદાલતે તકસીરવાન ઠરાવી ૭-૭ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સજા ઉપરાંત રૂ.૧૦-૧૦ હજાર દંડ પણ ફટકરાયો હતો.


રાજકોટમાં રોયલ પાર્ક શેરી નં. ૪ માં માતોશ્રી મકાનમાં રહેતા બિલ્ડર પ્રભાતભાઈ સિંધવ અમદાવાદ ગયા હતા. ત્યારે તેમનો ૧૪ વર્ષનો પુત્ર જશ સિંધવ અને તેના પિતા ઘરે હતા. તે દરમિયાન તેમના મકાનમાં દોઢ માસથી રહેતા અને ચીકીદારી કરતા અનીલ નેપાળી અને તેની પત્ની લક્ષ્મીબેન નેપાળીએ તા.૫/૧૦/૨૨ ના રોજ મોડી રાત્રે લુંટ કરવાના ઈરાદે ઘરમાં મેઈન દરવાજાનો લોક તોડી અપપ્રવેશ કરી જશ સિંધવ છરી બતાવી ઘરમાં રહેલ સોનું તથા રોકડ રકમ બાબતે પુછપરછ કરતા તેણે મને ખબર નહિ હોવાનું જણાવતા આરોપી દંપતીએ ઓશીકાના કવર અને ચુંદડી વડે તેના હાથપગ બાંધી ફરીયાદીના પિતાના રૂમમાં પ્રવેશ કરી કબાટ તથા બંને તીજોરીઓમાંથી રોકડ રકમ રૂા.૧૦ લાખ, પાંચ સોનાના પેન્ડલ સેટ, 50 નંગ સોનાની વીંટી, સોનાની લકકી, સોનાનો સેટ, પાંચ સોનાના બ્રેસલેટ, 3 સોનાના સીકકા, ૮ થી ૧૦ ચાંદીના સીકકા અને 10 અલગ અલગ બ્રાન્ડની ઘડીયાળોની લુંટ કરી નાસી છૂટ્યા હતા. આ અંગે જશ સિંધવે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


અરવલ્લી પોલીસે આરોપી દંપતીને ઝડપી લેતા યુનીવર્સીટી પોલીસે બંને આરોપીનો કબ્જો મેળવી મુદામાલ જપ્ત કર્યો હતો. જે કેસમાં આરોપીઓ વિરૂધ્ધ અદાલતમાં ચાર્જશીટ રજુ કરેલ હતું. ત્યારબાદ કેસ ચાલવા પર આવતા બંને પક્ષની રજૂઆત બાદ મૂળ ફરિયાદી અને સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ કોર્ટે આરોપી અનિલકુમાર ઉર્ફે રામરનસિંહ કસેરા અને તેની પત્ની લક્ષ્મી ઉર્ફે ધનશ્રી અનિલકુમાર ઉર્ફે રામરનસિંહ કસેરા તકસીરવાન ઠરાવી સાત- સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.૧૦-૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.


આ કેસમાં સરકારપક્ષે એ.પી.પી. પુજાબેન જોષી તથા મુળ ફરીયાદી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, ખોડુભા સાકરીયા, જયવિર બારૈયા, રવિરાજસિંહ જાડેજા, દિપ વ્યાસ, જયપાલસિંહ સોલંકી અને સાગરસિંહ પરમાર રોકાયા હતા.


રાજકોટમાં ખોટા એમઆરઆઈ રીપોર્ટ રજૂ કરી રૂ.૪૦ લાખનો મેડિકલેમ પાસ કરાવવાનું કૌભાંડમાં મોટો ખુલાસો થયો હતો. જેમાં ગાંધીગ્રામ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કર્યા બાદ જે પૈકી હિમાંશુ રાઠોડ તથા હિતેશ રાવિયાના કોર્ટએ જામીન નામંજૂર કરતો હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ અમદાવાદમાં પ્રહલાદનગરમાં રહેતાં ડૉ.રરિમકાંત જયંતીલાલ પટેલ (ઉ.વ.૩૮) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મયુર કરસન છુછાંર , ડો. અંકિત હિતેષ કાથરાણી અને શ્રી સમર્પણ હોસ્પિટલના જવાબદાર કર્મીઓના નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ગઈ તા.૦૬/૦૫/૨૦૨૪ ના વીમા કંપની તરફથી એક દાવાના વેરિફિકેશન માટે કંપનીમાં જાણ કરવામાં આવેલ હતી.જેમાં દર્દી મયુર છુછાંર વીમા પોલીસી રકમ રૂ.૪૦ લાખ હોય, શ્રી સમર્પણ હોસ્પિટલ રાજકોટનુ દર્દીનુ ઇન્ડોર કેશ પેપર, રાજકોટ સીવીલ હોસ્પીટલ સહયોગ ઈમેજીંગ સેન્ટરમાં પેશન્ટે કરાવેલ એમઆરઆઈના રીપોર્ટ, સદગુરુ લેબોરેટરીના બ્લડ રીપોર્ટ તથા ડિસ્ચાર્જ સમરી તથા હોસ્પિટલ તથા મેડીકલનુ બિલ વિગેરે મુંબઇ તા.૩૦/૦૪/૨૦૨૪ ના રોજ મોકલેલ હતું.વિરોધાભાસી કાગડો રજૂ કરી 40 લાખનો ઇન્સ્યોરન્સ ક્લેમ ઉપજાવી કાઢવાનું કૃત્ય કરી જે કાગડો ખોટા એમઆરઆઇ રિપોર્ટ રજૂ કરી જેનું સાચા તરીકે ઉપયોગ કર્યાનું ખુલતાપોલીસે આરોપી મયુર કરસન છૂંછાર , ડો. અંકિત હિતેષ કાથરાણી, ભાવિક પરેશ માંકડ, હિતેષ રામજી વાઢીયા અને હીમાંશુ ગોપાલ રાઠોડ ની ધરપકડ કરી હતી.બાદ હિમાંશુ ગોપાલભાઈ રાઠોડ તથા હિતેશ રામજીભાઈ રાવિયાએ કોર્ટમાં જામીન પર છુટવા માટે જામીન અરજીઓ કરેલી જે જામીન અરજીમાં પોલીસ તરફથી સોગંદનામાં રજૂ થયેલા અને સરકાર તરફે બીનલબેન રવેશીયા હાજર થયેલા જેઓએ દલીલ કરતા જણાવેલુ કે કાગડો બનાવેલ હોય તેવું પેપર્સ ઉપરથી સ્પષ્ટ પણે સાબિત થાય છે અને આરોપીના મોબાઇલમાં આ બાબતની ચેટ પણ મળી આવે છે જે તપાસના કામે મોબાઈલ કબજે લેવામાં આવેલ છે જેથી જામીન અરજી ના મંજૂર કરવી જોઈએ તેવી રજૂઆત કરેલી જે ધ્યાને લઈ સેશન્સ જજ શર્માએ જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application