પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં ચીને સીધી રીતે ભાગ લીધો નથી, પરંતુ આ યુદ્ધ તેના માટે એક મોટી તક સાબિત થયું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ દરમિયાન અમેરિકાની વ્યસ્તતાનો ફાયદો ઉઠાવીને પોતાની કૂટનીતિક અને આર્થિક તાકાતમાં અનેકગણો વધારો કર્યો છે.
ચીનને મળેલા 5 મોટા વ્યૂહાત્મક ફાયદા
1. અમેરિકાની સૈન્ય રણનીતિનો અભ્યાસ:
આ યુદ્ધમાં અમેરિકાએ તેની આધુનિક મિસાઈલો (JASSM-ER), પેટ્રિઅટ અને THAAD ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો. ચીને આ સમગ્ર પ્રક્રિયાને ઝીણવટપૂર્વક નિહાળીને સમજી લીધું કે અમેરિકા કેવી રીતે લડે છે અને તેના એઆઈ (AI) હથિયારો કેવી રીતે કામ કરે છે. આ માહિતી ચીનને ભવિષ્યમાં તાઈવાન સંકટ વખતે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
2. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વર્ચસ્વ:
હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવને કારણે તેલ અને ગેસના પુરવઠા પર અસર પડી, જેનાથી દુનિયા હવે સૌર અને પવન ઉર્જા તરફ વળી રહી છે. ચીન આ ક્ષેત્રમાં પહેલેથી જ 70% થી વધુ હિસ્સો ધરાવે છે. સોલાર પેનલ અને ઇલેક્ટ્રિક વ્હીકલની સપ્લાય ચેઇન પર ચીનનું નિયંત્રણ હોવાથી દુનિયાની તેના પર નિર્ભરતા વધી ગઈ છે.
3. કૂટનીતિક છબીમાં સુધારો:
જ્યારે અમેરિકા આક્રમક વલણ અપનાવી રહ્યું હતું, ત્યારે ચીને પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી કરીને શાંતિદૂત તરીકેની છબી ઊભી કરી. ઘણા દેશોને હવે ચીન અમેરિકા કરતા વધુ સ્થિર અને ભરોસાપાત્ર તાકાત લાગે છે. તેનાથી વૈશ્વિક મંચ પર ચીનનો પ્રભાવ વધ્યો છે.
4. AI અને ટેકનોલોજીમાં આગેકૂચ:
મિડિલ ઈસ્ટમાં પશ્ચિમી દેશોના આઈટી (AI) પ્રોજેક્ટ્સ યુદ્ધના કારણે જોખમમાં મુકાયા છે. આ સ્થિતિમાં ચીને પોતાની સ્વદેશી AI ક્ષમતાનો વિસ્તાર કર્યો છે. ચીન પાસે હાલમાં વિશ્વની બીજી સૌથી મોટી આઈટી કમ્પ્યુટિંગ ક્ષમતા છે, જે તેને પશ્ચિમી દેશો કરતા આગળ લઈ જાય છે.
5. રેર અર્થ મિનરલ્સ પર મજબૂત પકડ:
આધુનિક હથિયારો બનાવવા માટે જરૂરી એવા 'રેર અર્થ મિનરલ્સ' પર ચીનનો એકાધિકાર છે. ચીન વિશ્વના 90% પ્રોસેસિંગ ને કંટ્રોલ કરે છે. અમેરિકાએ આ યુદ્ધમાં જેટલા વધુ અત્યાધુનિક હથિયારો વાપર્યા, તેટલી જ તેની ચીન પરની નિર્ભરતા વધી છે.