રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને લાગુ પડતી ન હોય તેવી મોટાભાગની જાહેર રજાઓ રદ કરીને મહતમ દિવસો કામ ચાલુ રાખવાના ચેરમેન જયેશભાઇ બોઘરાના નિર્ણયને લઇ યાર્ડમાં આજે નાતાલની રજા રદ કરીને કામકાજ ચાલુ રાખવામાં આવતા નવી જણસીઓની ૫૦,૪૦૦ મણ આવક થવા પામી હતી. ખેડૂતોના કુલ ૧૧૦૦ વાહનોને એન્ટ્રી અપાઇ હતી.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે યાર્ડમાં રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોના ૧૧૦૦ ખેડૂતો ઉમટ્યા હતા અને કપાસની સૌથી વધુ આવક નોંધાઇ હતી. ખેડૂતોના કુલ ૧૧૦૦થી વધુ વાહનોની આવક થઈ હતી. વિવિધ જણસીઓની નવી આવકોમાં ૧૯૫૦૦ મણ કપાસ, ૪૫૦૦ મણ સોયાબીન, ૨૦૦૦ મણ અડદ, ૨૦૦૦ મણ ઘઉં, ૪૦૦૦ મણ મગ, ૭૫૦૦ મણ ચણાની આવક, ૭૫૦૦ મણ લસણ, ૩૦૦૦ મણ સિંગફાડા, ૪૦૦૦ મણ સફેદ તલ, ૩૩૦૦ મણ જીરુંની આવક ૩૩૦૦ મણ, ૧૮૦૦ મણ કાળા તલની આવક થઇ હતી.