જામનગરમાં છેલ્લા કેટલાય સમયથી હાર્ટએટેકના બનાવો બન્યા કરે છે ત્યારે શહેર ભાજપના ખજાનચી વિનોદભાઇ ગોંડલીયાનું ૫૩ વર્ષની ઉમરે ગઇકાલે મોડી રાત્રે અવસાન થતા ભાજપના કાર્યકરોમાં ભારે શોકની લાગણી જન્મી છે, એક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ તેઓ ઘેર આવ્યા બાદ તેમને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેનું મૃત્યુ નિપજયુ હતું.
વધુમાં જાણવા મળ્યા મુજબ ગઇકાલે તેઓ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા ત્યારબાદ ઘેર આવતા તેને છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો, અને ગેસ છે તેવુ કહેતા હતા, કુટુંબીજનોએ તાત્કાલીક અસરથી તેઓને જી.જી. હોસ્પીટલ લઇ ગયા હતા, ત્યાં ડોકટરોએ થોડી સારવાર કરી અને થોડીવારમાં તેઓનું મૃત્યુ થયુ હતું.
તેઓ લગભગ દસેક વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ખજાનચી તરીકે સેવા આપી રહયા હતા. તેમની સ્મસાન યાત્રા બપોરે ૨-૩૦ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી, જેમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા, શહેર પ્રમુખ બીનાબેન કોઠારીએ પણ તેઓને ભાવભરી શ્રઘ્ધાંજલી અર્પણ કરી હતી અને ભાજપના પાયાના પથ્થર સમાન કાર્યકર ગણાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application