સિટી સર્વે અને ડીઆઇએલઆર વિભાગ હવે જિલ્લા કલેકટરના સીધા નિયંત્રણમાં
સિટી સર્વે અને ડીઆઇએલઆર વિભાગ હવે જિલ્લા કલેકટરના સીધા નિયંત્રણમાં
October 06, 2025 03:33 PM
રાજકોટ શહેર અને જિલ્લા સહિત રાજયભરમાં અરજદારોને ચલક ચલાણું રમાડવા અને કામ કાયમ પેન્ડિંગ રાખીને અસહ્ય વિલંબથી ઉકેલવા માટે કુખ્યાત બનેલા સિટી સર્વે અને ડીઆઇએલઆર વિભાગ હાલ સુધી ધણીધોરી વગરના હોય તેવી સ્થિતિમાં કાર્યરત હતાં અને તેનો સ્ટાફ રીતસર ઘરની ધોરાજી ચલાવતો હતો. દરમિયાન આ અંગે રાય સરકાર અને મહેસુલ વિભાગ સુધી ફરિયાદો પહોંચતા તાજેતરમાં અગ્ર સચિવ જયંતી રવિએ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યેા છે, હાલ સુધી સેટલમેન્ટ કમિશ્નર ગાંધીનગર હેઠળ આવતા સિટી સર્વે અને ડીઆઇએલઆર વિભાગ હવેથી જિલ્લા કલેકટરના કાર્યક્ષેત્ર હેઠળ આવશે. આ નિર્ણયના અમલવારીના પ્રારંભિક તબકકે જ બન્ને વિભાગોના સી.આર.ની કામગીરી કલેકટરને સોંપી દેવામાં આવી છે. હવે ટૂંક સમયમાં રિવ્યૂ અને મોનિટરિંગની કામગીરી પણ જિલ્લા કલેકટરને સોંપવા પરિપત્રિત હત્પકમ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. અરજદાર ખાનગી વ્યકિત હોય કે સરકારી તત્રં હોય કામગીરીમાં અસહ્ય વિલબં કરીને અરજદારને તોબા પોકારી દેવા માટે મશહત્પર થયેલા સીટી સર્વે વિભાગ અને ડીઆઇએલઆર વિભાગ અંગે અરજદારો, વકીલો, રાજકિય આગેવાનો, ભાજપના નેતાઓ સહિતના સ્તરેથી આ બન્ને વિભાગો અંગે લગાતાર ઉચ્ચકક્ષા સુધી ફરિયાદો થઇ રહી હતી. ખાસ કરીને આ બન્ને વિભાગો ગાંધીનગર સ્થિત સેટલમેન્ટ કમિશ્નર હેઠળ આવતા હોય સ્થાનિક સ્તરે બન્ને વિભાગો ઉપર કોઇનું સીધું નિયંત્રણ ન હતું. આથી સ્થાનિક સ્તરે આ બન્ને વિભાગોનો સ્ટાફ કોઇને ગાંઠતો ન હતો તેમજ નૈવૈધ ન ધરાવાય અને પ્રસાદી પેટમાં ન જાય ત્યાં સુધી કામ કરતો ન હતો. ખુદ શાસકપક્ષ ભાજપના નેતાઓને પણ આ વિભાગનો કડવો અને ખરાબ અનુભવ થયો હતો ત્યારબાદ સમગ્ર મામલો મેદાને આવ્યો હતો અને નિર્ણાયક તબક્કે પહોંચ્યો હતો. અરજદારોની સુગમતા અને કામની ઝડપ વધે તેવા હેતુથી રાય સરકાર દ્રારા સીટી સર્વે વિભાગ અને ડીઆઇએલઆર કચેરીમાં અનેક ટેકનોલોજિકલ ઈનિસિએટિવ્સ લેવામાં આવ્યા હતાં. જો ખરેખર આ ટેકનોલોજીકલ ઈનિસિએટિવ્સનો ખરા અર્થમાં અમલ કરવામાં આવે તો કામગીરી ઝડપી બને તેમ હતી પરંતુ પોતાની રીતે કામ કરવા ટેવાયેલા ઇચ્છાધારી સ્ટાફે તેમાં પણ છટકબારીઓ શોધી લીધી હતી અને પોતાની રીતે જ નેવૈધ અને પ્રસાદી પધ્ધતિનો વ્યાપ વધાયર્ો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જે રીતે રાય સરકારમાં મધ્યાહન ભોજનનો અલાયદો વિભાગ છે પરંતુ જિલ્લા સ્તરે આ વિભાગ જિલ્લા કલેકટરના નિયંત્રણ હેઠળ છે તેમજ જે રીતે રાય સરકારમાં પૂરવઠા વિભાગનું અલગ અસ્તિત્વ છે પરંતુ જિલ્લા સ્તરે પૂરવઠા વિભાગ જિલ્લા કલેકટરના નિયંત્રણ હેઠળ છે તેવી જ રીતે હવે સીટી સર્વે કચેરી અને ડીઆઇએલઆર કચેરી જિલ્લા કલેકટરના નિયંત્રણ હેઠળ આવશે. અરજદારોમાં આ નિર્ણયથી ખૂબ જ આનંદની લાગણી પ્રસરી છે અને વહેલામાં વહેલી તકે આ નિર્ણય અમલી થાય તેની લાખો અરજદારો રાહ જોઇ રહ્યાં છે.