BREAKING NEWS

અમેરિકન ત્રણ સૈનિકના મોત પાછળ ચીની સેટેલાઇટનો હાથ હોવાનો દાવો

  • September 14, 2026 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુએસ ગુચર એજન્સીઓએ દાવો કર્યેા છે કે ચીની કંપનીઓ દ્રારા તેહરાનને પૂરી પાડવામાં આવેલી હાઇ–રિઝોલ્યુશન સેટેલાઇટ છબીઓનો ઉપયોગ ૧૭ જુલાઈના રોજ જોર્ડનમાં યુએસ લશ્કરી બેઝ પર ઈરાની બેલિસ્ટિક મિસાઈલ હત્પમલામાં કરવામાં આવ્યો હતો.આ હત્પમલામાં ત્રણ યુએસ સૈનિકો માર્યા ગયા હતા અને ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.એક અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્રે મહિનાઓ પહેલા બેઇજિંગને ચેતવણી આપી હતી કે ચીની કંપનીઓ ઈરાનને વ્યૂહાત્મક ગુ માહિતી પૂરી પાડી રહી છે, પરંતુ આ ચેતવણીઓને અવગણવામાં આવી હતી.
આ ખુલાસો યુએસ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્ર્રપતિ શી જિનપિંગ વચ્ચે આગામી શિખર સંમેલન પહેલા થયો છે, જેનાથી બંને દેશો વચ્ચે રાજદ્રારી તણાવ વધવાની શકયતા છે.જો કે વોશિંગ્ટને આ ઘટના માટે ચીની સરકારને સીધી રીતે દોષી ઠેરવી નથી.
૧૭ જુલાઈના રોજ, ઉત્તરપૂર્વીય જોર્ડનમાં અત્યતં સુરક્ષિત મુવફક સાલ્ટી એર બેઝ પર ૨૪ કલાકની અંદર ત્રણ મિસાઈલ હત્પમલા કરવામાં આવ્યા હતા. ઈરાની બેલિસ્ટિક મિસાઈલોએ યુએસ લશ્કરી રહેઠાણ અને બેઝ પર તૈનાત માનવ અને માનવરહિત વિમાનોને સચોટ રીતે નિશાન બનાવ્યા.એપ્રિલમાં યુદ્ધવિરામ પછી આ પહેલી વાર હતું યારે કોઈ હત્પમલામાં યુએસ સૈનિકો માર્યા ગયા. આ ઘટનાએ યુએસ લશ્કરી થાણાઓની સુરક્ષા અને અધતન હત્પમલાઓ કરવાની ઈરાનની વધતી જતી ક્ષમતા પર પ્રશ્નો ઉભા કર્યા છે.
મે મહિનામાં, યુએસએ ત્રણ ચીની કંપનીઓ મિરાજ વિઝન, અર્થ આઈ અને ચાંગ ગુઆંગને પ્રતિબંધિત કર્યા, તેમના પર ઈરાનને સેટેલાઇટ છબીઓ વેચવાનો આરોપ મૂકયો.યારે યુએસ અધિકારીઓએ આ સંદર્ભમાં પુરાવા માંગ્યા, ત્યારે ચીની દૂતાવાસે આરોપોને ફગાવી દીધા, અને કહ્યું કે તેહરાન સાથેનો તેમનો સહયોગ આંતરરાષ્ટ્ર્રીય નિયમો અનુસાર હતો અને ટીકાકારો ચીનની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.યુએસ વિદેશ સચિવ માર્કેા બિયોએ ચીન સાથે રાજદ્રારી વાટાઘાટોને અસર ન થાય તે માટે આ મુદ્દા પર સીધું જાહેર નિવેદન આપવાનું ટાળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application