શહેરના આજી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મીરા ઉધોગનગરમાં રાત્રિના પરપ્રાંતીય મજૂરો વચ્ચે છરી–પાઇપ, ધોકા વડે બઘડાટી બોલી હતી. જેમાં રોલેકસ કારખાનાનો ગેઇટ તોડી અંદર ઘૂસી મારામારી થઈ હતી જે મારામારીમાં બંનેપક્ષે મળી સાત મજૂરોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મારામારીની આ ઘટના અંગે સામસામી ફરિયાદના આધારે પોલીસે રાયોટિંગ,તોડફોડ સહિતની કલમો હેઠળ ૧૧ શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સામું જોવા બાબતે થયેલી બોલાચાલી બાદ આ મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે.
બનાવવાની જાણવા મળતી વિગતો, શહેરના આજી જીઆઇડીસી વિસ્તાર પાસે મીરા ઉધોગનગરમાં રોલેકસ કારખાના પાસે રાત્રિના પરપ્રાંતીય શ્રમિકોના બે જૂથ વચ્ચે ધોકા–પાઇપ અને છરી વડે મારામારીમાં જીતેન્દ્ર રામકેર યાદવ (ઉ.વ ૨૩ રહે. બંસીધર કાંટા પાસે), શિકારી મનકને પાસવાન(ઉ.વ ૩૦), શુભમ કનૈયાલાલ સોની (ઉ.વ ૨૬), કનૈયાલાલ સીતાશરણ (ઉ.વ ૫૦), પ્રેમ કુમાર કાશીશંકર સાંકેત ૩૦ રાજેશ બચચન સેન(ઉ.વ ૪૦) સહિત સાત વ્યકિતઓને ઇજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
મારામારીની આ ઘટના અંગે મૂળ એમપીના વતની અને હાલ મીરા ઉધોગ નગરમાં રોલેકસ કારખાનામાં કામ કરનાર શુભમ કનૈયાલાલ સોની (ઉ.વ ૨૬) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સોનું અને તેની સાથેના ૬ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના ૯:૩૦ વાગ્યે આસપાસ તેમના કારખાનાની બાજુમાં અવાજ આવતો હોય જેથી તે તથા તેના પિતા કનૈયાલાલ અહીં બહાર આવી જોતા કારખાનામાં તેની સાથે રહેતા જયેશ સાથે બાજુના કારખાનામાં રહેતા વિશાલ તથા તેની સાથેના અજાણ્યા શખસો ઝઘડો કરતા હતા. દરમિયાન ટોળું અહીં ધસી આવતા જેથી કારખાનાનો દરવાજો બધં કરી પિતા–પુત્ર તથા રાજેશભાઈ અંદર આવી ગયા હતા. દરમિયાન સોનુ તથા તેની સાથેના અજાણ્યા શખસો કારખાનાના દરવાજા પાસે જોરજોરથી પાઇપ ફટકારવા લાગ્યા હતા અને ગાળો બોલતા હતા. તેમજ કહેતા હતા કે, દરવાજો ખોલો નહીંતર બધાને જાનથી મારી નાખીશું.
દરમિયાન આ શખસોએ કારખાનાનો દરવાજો તોડી નાખ્યો હતો. બાદમાં અંદર ઘૂસી યુવાને લોખંડના સળિયા વડે મારમાર્યેા હતો દરમિયાન યુવાને બચાવવા તેના પિતા કનૈયાલાલ તથા રાજેશ અને રામકુમાર વચ્ચે પડતા આ શખસોએ તેમને પણ પાઇપ વડે મારમાર્યેા હતો જેમાં યુવાન તેના પિતા કનૈયાલાલ અને રાજેશ અને રામ કુમારને ઇજાઓ પહોંચી હતી. જે અંગે યુવાનની ફરિયાદ પરથી થોરાળા પોલીસે આરોપીઓ સામે રાયોટીંગ, તોડફોડ ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
સામાપક્ષે શિકારી મનકને પાસવાન (ઉ.વ ૨૩) દ્રારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજેશ તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં મીરા ઉધોગનગરમાં જાનવી કારખાનામાં કામ કરે છે મૂળ વતન યુપી છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ અહીં રોલેકસ કારખાનામાં કામ કરનાર રાજેશ સાથે તેના ભાઈ વિશાલને સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો. દરમિયાન આ ઝઘડાનો ખાર રાખી ગઈકાલ રાત્રિના ૯:૩૦ વાગ્યા આસપાસ યુવાન તથા તેનો ભાઈ વિશાલ શાકભાજી લઈ કારખાને જતો હતો ત્યારે રાજેશ તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખસોએ પાઇપ–ધોકા વડે સ થઈ વિશાલને કહ્યું હતું કે ગયા અઠવાડિયે તો તમે બચી ગયા પરંતુ આજે તમને જાનથી મારી નાખીશું તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો દરમ્યાન રાજેશ સાથે રહેલા અજાણ્યા શખસે વિશાલને પાઈપ વડે બેફામ મારમાર્યેા હતો. દરમિયાન બંને ભાઈને માર મારતા જોઈ યુવાનનો મિત્ર જીતેન્દ્ર બચાવવા વચ્ચે આવતા રાજેશે નેફામાંથી છરી કાઢી છરી ઝીંકી દીધી હતી.જેથી યુવાન તેના ભાઇ અને તેના મિત્ર જીતેન્દ્રકુમારને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.આ અંગે પોલીસે આરોપીઓ સામે હથિયાર વડે મારામારી,ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.આ અંગે થોરાળા પોલીસ મથકના પીઆઇ બી.એમ.ઝણકાટની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી સીસીટીવી ફટેજના આધારે અજાણ્ય શખસોને ઓળખી કાઢી તેને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શ કર્યેા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની પાકિસ્તાનને વૈશ્વિક એજન્સીઓ પાસેથી મળવાપાત્ર ભંડોળ રોકવાની યોજના
May 03, 2025 11:13 AMજામનગરમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહત: તાપમાન ૩૮
May 03, 2025 11:10 AMજામનગરમાં કારખાનાની સેફટી ટેન્કની સફાઇ દરમ્યાન ગેસ ગળતર: શ્રમીક બેભાન
May 03, 2025 11:09 AMએઆઈ કેન્સર ડીટેકશનમાં પણ ઉપયોગી: ૫૦ લાખ લોકોમાં ફેફસાના કેન્સરનું નિદાન કર્યું
May 03, 2025 11:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech