BREAKING NEWS

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડી ઘટી: ગિરનાર પર્વત ઉપર 5.4 ડિગ્રી, બાકી બધે જ ડબલ ડિઝીટમાં લઘુત્તમ તાપમાન

  • January 20, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી ઠંડીના પ્રમાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મોડી સાંજથી વહેલી સવાર સુધી ભેજના પ્રમાણમાં વધારો રહેતો હોવાથી ફુલગુલાબી વાતાવરણ અને ઠંડીના ચમકારા જેવો અહેસાસ થતો હોય છે.


આજે ગિરનાર પર્વત ઉપર પાંચ પોઈન્ટ ચાર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું તે સિવાય સમગ્ર રાજ્યમાં બધે જ લઘુતમ તાપમાનનો પારો ડબલ ફિગરમાં રહેવા પામ્યો છે. અમરેલીમાં 11.6, ભાવનગરમાં ૧૪.૬, ભુજમાં 14.8, કંડલામાં 14.7, નલિયામાં 10.8, ઓખામાં 19.6, પોરબંદરમાં 11, રાજકોટમાં 11.5, સુરતમાં 15.1 અને વેરાવળમાં 15.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન આજે રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં 13.4, વડોદરામાં 12.2, ડીસામાં 11.9, ગાંધીનગરમાં 13.7, સુરતમાં 15.1 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

આજે પોરબંદરમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 93% રહ્યું હતું અને તેના કારણે ધુમ્મસ છવાયુ હતું. વિઝિબિલિટી 200 મીટર આસપાસ રહી હતી. રાજકોટમાં ભેજનું પ્રમાણ આજે સવારે 80% નોંધાયું હતું઼ રાજકોટ ભુજ અમરેલી વેરાવળ અને અમદાવાદમાં સવારે ભેજવાળું વાતાવરણ જોવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application