BREAKING NEWS

ગુજરાતમાં હાજા ગગડાવતી ટાઢ... સાડા ત્રણ ડિગ્રી તાપમાન થયું ધડામ, જાણો તમારા શહેરમાં કેટલી ઠંડી નોંધાઈ

  • January 08, 2026 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લઘુતમ તાપમાનના પ્રમાણમાં આજે સામાન્યથી સાડા ત્રણ ડીગ્રી જેટલો ઘટાડો થયો છે. ઠંડા પવનના કારણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં ઠંડીની તીવ્રતા એકાએક વધી ગઈ છે. આજે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં 9, રાજકોટમાં 10.1 અને ભુજમાં 10.2 ડિગ્રી લઘુતમ તાપમાન આજે સવારે રહેવા પામ્યું હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે એકાએક વધી ગયું છે અને 75થી 92% ભેજ આજે સવારે નોંધાયો છે. રાજકોટમાં 76, પોરબંદરમાં 73, દમણમાં 92 અને વડોદરામાં 90% ભેજ આજે સવારે નોંધાયો છે. પવનની ગતિ સરેરાશ 8 થી 10 કિલોમીટર વચ્ચે રહેવા પામી છે.


જુનાગઢ શહેરમાં આજનું લઘુતમ તાપમાન 12.6, ભવનાથ તળેટીમાં 10.6 ડિગ્રી નોંધાયું છે. ભેજનું પ્રમાણ 71% રહ્યું છે.


અમરેલીમાં 11.6 ડિગ્રી

અમરેલીમાં ગઈકાલે લઘુતમ તાપમાન 9 ડિગ્રી હતું તે આજે અઢી ડિગ્રી વધારા સાથે 11.6 ડિગ્રી થયું છે. ભાવનગરમાં ગઈકાલ જેટલું જ 14.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન આજે નોંધાયું છે. ભુજમાં દોઢ ડિગ્રીના ઘટાડા સાથે આજે 10.2 દ્વારકામાં અઢી ડીગ્રીના ઘટાડા સાથે આજે 14.6 કંડલામાં દોઢ ડિગ્રીના ઘટાડા સાથે આજે 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. નલિયામાં ગઈકાલે અને આજે નવ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.


પોરબંદરમા 13 ડિગ્રી

ઓખામાં ગઈકાલે 19 ડિગ્રી અને આજે 17.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. પોરબંદરમાં સાડા ત્રણ ડીગ્રી જેટલા ઘટાડા સાથે આજે 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં ગઈકાલે લઘુતમ તાપમાન 16.7 ડિગ્રી હતું. રાજકોટમાં સામાન્ય ફેરફાર સાથે આજે 10.1 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. રાજકોટમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી હતું. વેરાવળમાં બે ડિગ્રીના ઘટાડા સાથે આજે 16.7 ડીગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું હતું.


અમદાવાદમાં 14.4 ડિગ્રી

ગુજરાતના અન્ય શહેરોના આજના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલે 13.8 અને આજે 14.4, વડોદરામાં ગઈકાલે 14.6 અને આજે 15, ડીસામાં ગઈકાલે 12.3 અને આજે 11.4, ગાંધીનગરમાં ગઈકાલે 12 અને આજે 13.4, સુરતમાં ગઈકાલે 16 અને આજે 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application