BREAKING NEWS

ગુજરાત કાતિલ ઠંડીથી થરથરી ઉઠ્યું, ગિરનાર પર્વત પર 8.5 ડિગ્રી, ઠાર પડતા રાજકોટવાસીઓ ઠરી ગયા

  • January 07, 2026 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઠંડીના પ્રમાણમાં સતત ઘટાડો ધીમે ધીમે થઈ રહ્યો છે. આ સિલસિલામાં આજે અમુક જગ્યાએ લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે તો અમુક જગ્યાએ સામાન્ય ઘટાડો થયો છે. અમરેલી અને નલિયામાં આજે એકસરખી નવ ડીગ્રી ઠંડી રહેવા પામી છે. નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન 7.5 ડિગ્રી હતું તેમાં આજે દોઢ ડિગ્રી જેટલો વધારો થયો છે. ગિરનાર પર્વત ઉપર પણ ગઈકાલની સરખામણીએ આજે ત્રણ ડીગ્રી જેટલું તાપમાન ઊંચકાયું છે. ગિરનાર પર્વત પર આજે લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી રહેવા પામ્યું છે.


જુનાગઢ શહેરમાં 13.5 અને ભવનાથ તળેટીમાં 11.5 ડિગ્રી આજનું લઘુતમ તાપમાન રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80% નોંધાયું છે. રાજકોટમાં ગઈકાલે 11.4 અને આજે 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરોની વાત કરીએ તો ભાવનગરમાં 14.7, ભુજમાં 11.8, કંડલામાં 14.8, ઓખામાં 19, પોરબંદરમાં 16.7, વેરાવળમાં 18.1 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે. અમદાવાદમાં 13.8, વડોદરામાં 14.6, ડીસામાં 12.3, ગાંધીનગરમાં 12, સુરતમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન આજે રહેવા પામ્યું છે.


હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ આગામી ત્રણેક દિવસ સુધી લઘુતમ તાપમાનના પ્રમાણમાં સામાન્ય વધઘટ રહેશે અને ત્યાર પછી ત્રણ ચાર દિવસ સુધી તાપમાનનો પારો ઊંચકાશે . દરમિયાનમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો પ્રેસર આજે સવારે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને તેની અસરના ભાગરૂપે તમિલનાડુ કેરલા અને લક્ષદ્વીપમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ ઉત્તરાખંડમાં અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application