જામનગર : નવા બનનારા બ્રિજ-રસ્તાના સ્થળની મુલાકાત લેતા કમિશ્નર
જામનગર : નવા બનનારા બ્રિજ-રસ્તાના સ્થળની મુલાકાત લેતા કમિશ્નર
December 03, 2025 05:51 PM
જામનગરમાં ફલાય ઓવર પુરો થઇ ગયા બાદ હવે સમર્પણ હોસ્પિટલ, ઠેબા ચોકડી, સૈનિક ભવન સહિતના સ્થળોએ ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ થવાની છે ત્યારે એરપોર્ટ રોડ ઉપર પણ વધુ એક બ્રિજ બનાવવાની વિચારણા ચાલી રહી છે, આ ઉપરાંત બે ડીપી રસ્તા, ગોકુલનગરથી જકાતનાકા રોડ અને એક ડીપી રોડ ખોલાવવા માટેની કાર્યવાહી થનાર છે ત્યારે આ તમામ કામ કઇ રીતે થવાના છે.
તે અંગે મ્યુ.કમિશ્નર દિનેશ મોદી, સીટી ઇજનેર ભાવેશ જાની, નાયબ ઇજનેર રાજીવ જાની તેમજ ટીપીડીપીના મુકેશ ગોસાઇ સહિતના અધિકારીઓએ આ સ્થળ પરની મુલાકાત લઇને આગામી દિવસોમાં કઇ રીતે આ બ્રિજ બનાવવા તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને બે ડીપી રોડ અંગે પણ આગામી દિવસોમાં કાર્યવાહી થશે તેને લઇને પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.