BREAKING NEWS

ગિરનાર, તળેટીના દામોદર કુંડમાં દુષિત પાણી સહિતના પ્રશ્નો ઉકેલવા સમિતિ મેદાનમાં આવી

  • June 05, 2026 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ ગિરનારના વિવિધ પ્રશ્નો અંગે  ગીરનાર સંરક્ષણ સમિતિ દ્રારા ૨૪ એપ્રિલે કલેકટરને રજૂઆત કરી હતી. અને ત્યારબાદ એક માસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સમિતિ દ્રારા ફરીથી ગિરનાર સંલ વિવિધ મુદ્દાઓનો નિકાલ લાવવા કલેકટરને રજૂઆત કરી હતી.
ગિરનાર પર્વત પર અતિ દુર્લભ વૃક્ષોનુ છેદન અટકાવવા અને તેનું રક્ષણ કરવા, બિનઅધિકૃત ડેરીઓ તથા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા સહિતના વિવિધ ૬૦ મુદ્દાઓનો ઉકેલ લાવવા ગિરનાર સંરક્ષણ સમિતિ દ્રારા ૨૪ એપ્રિલે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. અને ત્યારબાદ એક માસનું અલ્ટીમેટમ આપ્યું હતું.દોઢ માસ થયા છતાં હજુ તત્રં દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી ગિરનાર સંરક્ષણ સમિતિના સભ્યોએ આજે જિલ્લ ા કલેકટરને ગિરનારના પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત પવિત્ર દામોદર કુંડ કે જેમાં હજારો લોકો સ્નાનવિધિ અને અસ્થિ વિસર્જન કરવા આવે છે તે કુંડમા દૂષિત પાણી ભળી રહ્યું છે. જેના કારણે શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. જેથી દામોદર કુંડમાં દૂષિત પાણી ન ભળે તે માટે ગિરનાર સંરક્ષણ સમિતિના સભ્યોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. સમિતિ દ્રારા અગાઉ આવેદનપત્ર આપ્યું હતું તે સમયે જિલ્લ ા કલેકટર અનિલ રાણાવસીયા હતા પરંતુ હવે તેની બદલી થઈ નવા કલેકટર ચૌધરી ફરજ પર હોવાથી સમિતિ દ્રારા ગિરનારના વિવિધ પ્રશ્નો અંગે ત્વરિત નિકાલ લાવવા માંગ કરી છે જોકે કલેકટરે હોદ્દેદારોની રજૂઆતને હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
ગઈકાલે કલેકટરને ગિરનાર સંરક્ષણ સમિતિના અધ્યક્ષ ભગવતીદાસબાપુ રોકડિયા હનુમાનજી, હનુમાન ધારા, સરખડિયા હનુમાન જગ્યાના મહંત, નિર્ભય પુરોહિત, ભાવેશભાઈ વેકરીયા, જીતુભાઈ ગિરનારી, જયસુખ બુટાણી, ચેતનભાઈ ચુડાસમા, જયેશ કેશવાણી, અરવિંદભાઈ સોલંકી અમૃતભાઇ દેસાઈ સહિતના સભ્યોએ ગીરનાર પરના વિવિધ પ્રશ્નો અંગે અગાઉ થયેલી રજૂઆત તથા દામોદર કુંડમાં દૂષિત પાણી ભળતું અટકે તે અંગે સંરક્ષણ સમિતિના સભ્યોએ રજૂઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News